Vishesh News »

ચીખલી બસ સ્ટેન્ડના સ્લેબ ધરાશયી ઃ ૮ મજૂરોને ઇજા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા.૧૭ ઃ ચીખલી ખાતે બંધાઈ રહેલ નવા ઍસટી બસ સ્ટેન્ડના સાત જેટલા પ્લેટફોર્મના બાંધકામનો સ્લેબ ભરી રહ્ના હતા તે દરમિયાન ચાર જેટલા પ્લેટફોર્મનો સ્લેબ ધરાશાયી થતા ૮ જેટલા મજૂરો ઇજા ગ્રસ્ત થયા છે ઘાયલ થયેલા મજૂરોમાં ત્રણ મહિલાનો સમાવેશ થાય છે જોકે ઍક મજૂર ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. ઘટના સ્થળેથી જાણવા મળેલ માહિતી અનુસાર ચીખલી ઍસટી સ્ટેન્ડ ખાતે આજરોજ નવ નિર્મિત પામી રહેલા ૧૨ જેટલા ઍસટી બસોના પ્લેટફોર્મોનું બાંધકામ ચાલતું હોય જેમાં સાત જેટલા પ્લેટફોર્મનું સ્લેબ ભરવાનું કામ ચાલતું હોય જેમાં ચાર જેટલા પ્લેટફોર્મના સ્લેબો ભરાયા હતાં. દરમિયાન બપોરે ૩ઃ૦૦ વાગ્યાના સુમારે ધડાકાભેર ચાર જેટલા પ્લેટફોર્મના સ્લેબો જમીન દોસ્ત થઈ જતા શ્રમજીવી ઓમાં ભાગદોડ મચી જવા પામી હતી તો કેટલાક સ્લેબ ભરી રહેલા મજૂરો ૨૫ થી ૩૦ ફૂટ ઊંચેથી નીચે પટકાયા હતાં. ઘટનાને પગલે મુસાફરોમાં પણ અફડા તફડી મચી જવા પામી હતી. આ ઘટનાને લઈ સ્થાનિક વહીવટી તંત્રમાં પ્રાંત અધિકારી મિતેશ પટેલ, ચીખલી મામલતદાર ઍ. જે. વસાવા, તાલુકા વિકાસ અધિકારી ચેતન દેસાઈ, ચીખલીના પીઆઇ ભાગ્યેશ ચૌધરી , પોસઇ હેમંત પટેલ, બીલીમોરા ડેપો મેનેજર સુનિતા તબિયાદ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ ઘટનામાં ઇજા પામેલ મજૂરોને તાત્કાલિક ૧૦૮ સુવિધામાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તથા આલીપોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જેમાં દિવ્યેશ ભીમાભાઈ રાઠોડ રહે. નવા નગર રાનકુવા તા. ચીખલી તેમજ ઉર્મિલા અશ્વિન રહે. વાસદા કોળીપાડા, શરૂબેન જયંતિભાઈ રહે. વાંસદા નિશાળ ફળીયા તેમજ ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કાળું જેઠીયા ગાવીત તેમની પત્ની શોભા કાળું ગાવીત બંને રહે. તેડાસર નવાપુર મહારાષ્ટ્ર જેને માથામાં અને હાથના ભાગે ઈજા થતાં દસથી વધુ જેટલા ટાંકા લેવાની નોબત આવી છે .ઘટનાની જાણ વાયું વેગે ફેલાતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.