Vishesh News »

જુજવામાં ધો. ૧૦ ની વિદ્યાર્થીનીઍ આત્મહત્યા કરતા ચકચાર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૬ ઃ બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી રહ્ના છે ત્યારે વલસાડના જુજવા ગામે રહેતી અને ધોરણ ૧૦ ઍસઍસસી બોર્ડ ની પરીક્ષા ની તૈયારી કરનારી ૧૫ વર્ષીય વિદ્યાર્થીની પોતાના ઘરે રૂમમાં પંખા સાથે દુપટ્ટો ગાંધી ઘરે પાછો ખાય આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં શોખનીકાલીમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા સરપંચ ગ્રામજનો સહિત દોડી ગયા હતા. માર્ચ મહિનામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. ત્યારે વલસાડ તાલુકાના જુજવાગામે માતા ફળિયામાં રહેતી મમસ્વી જગદીશભાઈ પટેલ ઉ.વ.૧૫ રહે છે મમસ્વી જુજવા ગામે આવેલી આઈપી ગાંધી સ્કૂલમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરે છે. તો મરણ જનાર સગીરનો ભાઈ ઉર્વલ આઇપી ગાંધી સ્કૂલમાં જ અભ્યાસ કરે છે. ઍમના પિતા જગદીશભાઈ વેલ્ડીંગમાં કામ કરે તો માતા કંપનીમાં નોકરી કરે છે. આજરોજ મમસ્વી પટેલ પોતાના ઘરના રૂમનો દરવાજો બંધ કરી અભ્યાસ કરી રહી હતી તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર રૂમના પંખાની હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘરે આવેલા પરિવારે રૂમનો દરવાજો બંધ જોવા મળતા ઘણો સમય સુધી દરવાજો નહીં ખોલતા તોડી નાખી જોયું તો મમસ્વીની લાશ લટકતી જોવા મળતા પરિવાર શોકમાં મુકાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જુજવાગામના સરપંચ, ગ્રામજનો દોડી ગયા હતા. જે અંગે સરપંચે વલસાડ રૂરલ પોલીસ મથકને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી.