Vishesh News »

બીલીમોરાથી ૨૯૫ રામભકતો અયોધ્યા દર્શનાર્થે રવાના

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા. ૧૬ ઃ ભારતીય જનતા પાર્ટી દ્રારા અયોધ્યા રામ દર્શન માટે સ્પેશ્યલ આસ્થા ટ્રેન ની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં શુક્રવારે સાંજે બીલીમોરા રેલવે સ્ટેશ થી ૨૯૫ ભક્તો રામ નાં જયઘોષ સાથે દર્શનાર્થે રવાના થયા હતા. ૨૨ જાન્યુઆરી ઍ અયોધ્યામાં રામ મંદિર માં રામલલ્લા ની પ્રાણપ્રતિષ્ઠા સાથે દેશ વિદેશ થી ભક્તો દર્શનાર્થે પહોંચી રહ્નાં છે. ભારતીય જનતા પાર્ટી દ્રારા ભગવાન રામ નાં દર્શન માટે વિશેષ ટ્રેન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અને તે માટે પાર્ટી દ્રારા દર્શનાર્થીઓ ને કોટા ફાળવવામાં આવ્યા હતા. જે બાદ વલસાડ થી શુક્રવારે બીલીમોરા રેલવે જંકશન આવી પહોંચેલી આસ્થા ટ્રેન માં ગણદેવી શહેર અને તાલુકો નાં ૧૭૩, બીલીમોરા નાં ૨૨, ચીખલી નાં ૭૩ અને ખેરગામ નાં ૨૭ મળી ૨૯૫ ભક્તો દર્શનાર્થે નીકળ્યા હતા. પાંચ દિવસ નાં આધ્યાત્મિક પ્રવાસમાં ૩૬ કલાક ની સફર બાદ ભક્તો અયોધ્યા પહોંચશે. જ્યાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.જય જય શ્રી રામ નાં જયઘોષ સાથે ભક્તો માં અનેરો ઉત્સાહ જોવાયો હતો. આ પ્રસંગે ભાજપ અગ્રણી પ્રાણલાલ પટેલ, રાજેશ પટેલ, વિજય પટેલ, મના ઉર્ફે મનહર પટેલ સહિત અગ્રણીઓ ઍ શુભેચ્છા પાઠવી હતી.