Vishesh News »

વાપીમાં બિહાર વેલ્ફેર ઍસો. દ્વારા સરસ્વતી પૂજા મહોત્સવ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૬ ઃ વાપીના વીઆઈઍ ગ્રાઉન્ડ ખાતે સરસ્વતી પૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજની અનેક જાણીતી હસ્તીઓઍ ભાગ લીધો હતો. આ પ્રસંગે મનોજ તિવારી મ્યુઝિકલ ગ્રુપે અનેક સુરીલા ગીતો ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ અદ્ભુત સાંજે પ્રખ્યાત ભોજપુરી ગાયિકા અલકા ઝાઍ ઍક શાનદાર શો બનાવ્યો. જેની સૌઍ ખૂબ પ્રશંસા કરી હતી. આ પ્રસંગે બિહાર વેલ્ફેર ઍસોસિઍશનના રાષ્ટ્રીય અધ્યક્ષ બિપુલ સિંહે ભોજપુરી ફિલ્મના સુપરસ્ટાર, દિલ્હીના સાંસદ અને દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ મનોજ તિવારી મૃદુલ અને ગુજરાતના અધિક પોલીસ મહાનિર્દેશક પીકે રોશનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે, બંને મહેમાનોઍ આ આયોજકના મુખ્ય પ્રમોટર વિપુલ સિંહની પ્રશંસા કરી હતી, તેઓઍ જણાવ્યું હતું કે વિપુલ સિંહ ઉત્તર ભારતીય લોકો માટે વિવિધ પ્રકારના સામાજિક કાર્યોનું આયોજન કરે છે, આ ઍક ખૂબ જ પ્રશંસનીય પગલું છે. આ પ્રસંગે બિહાર વેલ્ફેર ઍસોસિઍશનના અધ્યક્ષ કે.પી.સિન્હા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઍન. કે. સિંઘ હાજર રહ્ના હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સંજય ઝાઍ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ મહેનત કરી હતી.