Vishesh News »

પાલઘરની ખાડીમાં માછીમાર પર હુમલો કરનાર માદા શાર્કના મૃતદેહમાં ૧૫ મૃત બચ્ચા પણ હતાં

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૬ ઃ મહારાષ્ટ્રના પાલઘર મનોરની ખાડીમાં માછીમાર કરવા માટે ગયેલા ૩૨ વર્ષના યુવક પર હુમલો કરનાર માદા શાર્ક માછલીના મૃત્યુ બાદ તેના પેટમાંથી ૧૫ બચ્ચા નીકળ્યા તમામ મૃત્યુ પામેલા હોય તેની મહારાષ્ટ્ર વન વિભાગની ટીમે વિડીયોગ્રાફી કરી જમીનમાં દાટી દેવાયા હતાં. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મનોર નજીકની વૈતરના નદીમાં ગત મંગળવારે માછીમારી કરવા ગયેલ ૩૨ વર્ષના વિકી ગોવારી નામના યુવક પર માદા શાર્ક માછલી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. શાર્કે માછલીઍ યુવકના પગનો લોચો કાપી લીધો હતો. જે ઘટનાઍ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી હતી. તો, સ્થાનિક લોકોઍ તે બાદ વનવિભાગ અને પોલીસની મદદથી શાર્ક માછલીને પકડી લીધી હતી. જો કે, પાણીની બહાર આવતા શાર્ક માછલી મૃત્યુ પામી હતી. આ ૨૦૦ કિલોની શાર્ક માછલી ના પેટમાંથી ૧૫ બચ્ચા પણ નીકળ્યા હતાં. તમામ મૃત હતા જેની વનવિભાગ દ્વારા વિડિઓ ગ્રાફી કરી તમામ જમીનમાં દાટી દેવામાં આવ્યા હતા જોકે મહારાષ્ટ્ર પાલઘર માં દરિયામાં કે નદીમાં શાર્ક માછલીઓ દ્વારા માછીમાર પર હુમલો કરવાની આ પ્રથમ ઘટના અને ત્યારબાદ માછલીને માછીમારો પકડી નદીની બહાર લાવવાની ઘટના ઍ ખૂબ જ ચર્ચા જગાવી હતી. જોકે ઘાયલ યુવાન વિકી ગોવારી દાદરા નગર હવેલીની વિનોબા ભાવે હોસ્પિટલમાં સારવાર બાદ તેને રજા અપાય હોવાનું જાણવા મળી રહ્નાં છે