Vishesh News »

પારડીની સ્કુલ-કોલેજની કન્યાઅોઍ સ્વરક્ષણની તાલીમ લીધી

પારડીની સ્કુલ-કોલેજની કન્યાઅોઍ સ્વરક્ષણની તાલીમ લીધી (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૧૨ ઃ પારડીમાં આવેલ કન્યા શાળા નં ૧ પારડી ની ૧૮૦ જેટલી કન્યા તાલીમાર્થી અને ઝ઼ય્ઞ્ઝ઼ હાઇસ્કુલ પરિયા ખાતે ૨૦૦ જેટલી કન્યા તાલીમાર્થીઍ આર્મર માર્સલ આર્ટસ ગુજ્જુ કરાટે ઍસોસિઍશન દ્વારા વલસાડ પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત સ્વ રક્ષણની તાલીમમાં ભાગ લીધો હતોષ્ટ તાલીમના ઉદઘાટન કાર્યક્રમમાં પારડી પોલીસ સ્ટેશન ના પી.ઍસ.આઇ ડી. ઍલ. વસાવા તેમજ કરાટે સંસ્થાના કયોસી મનોજ પટેલ, સેન્સાઈ આકાશ પટેલ અને સેમ્પાઈ કૃતિકા પટેલ તથા કન્યા શાળાના આચાર્ય નવનીતભાઈ અને ઝ઼ય્ઞ્ઝ઼ હાઇસ્કુલ શાળાના આચાર્ય સ્મૃતિબેન તથા સ્તાફગણ હાજર રહ્ના હતા પીઍસઆઇવસાવા અને શાળાના આચાર્ય દ્વારા મહિલા સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી તાલીમનું સમારંભ કરવામાં આવ્યું હતું પીઍસઆઇ વસાવા પોલીસને લાગતી માહિતી વિગતવાર સમજાવવામાં આવી તેમજ મહિલા હેલ્પલાઇન નંબર ૧૮૧ પર કોલ કરી કઈ રીતે પોલીસની મદદ લઈ શકો ઍ વિશે માહિતી આપી હતી. કયોસી મનોજ પટેલે પોલીસ તથા આમ જનતાનું જોડાણ વિશે તથા પોલીસ ૨૪ કલાક ઍલર્ટ હોવા છતાં આપણે પોતે પણ પોતાની રક્ષા કઈ રીતે કરી શકીઍ અને સમાજને મદદરૂપ થઈ શકાય તે બાબતે માહિતગાર કર્યા અને ‘શી ટીમ’ ની માહિતી આપતા જણાવ્યું કે કન્યાઓને બાહ્ના ગેરલાભ ઉઠાવતા તત્વો સામે કઈ રીતે ઍલર્ટ રહી પોતાનું સ્વરક્ષણ કરી શકાય. તેમજ મહિલા અને યુવતીઓની છેડતી અટકાવવા અને સાથે જ તેઓને સુરક્ષા આપવા પોલીસ હંમેશા સતર્ક રહે છે જે બાબતે ‘શી ટીમ’ કામગીરી કરી રહી છે ઍ માહિતી પૂરી પાડી. તેમજ ષ્ર્ત્ર્ીદ્દ જ્ઞ્સ્ન્ ઞ્ંંફુ દ્દં્યણૂત્ર્, રૂર્ત્ર્ીદ્દ જ્ઞ્સ્ન્ ર્ગ્ીફુ દ્દં્યણૂત્ર્ જેવી માહિતી આપવામાં આવી હતી. શાળાના આચાર્ય દ્વારા પણ સ્વરક્ષણની તાલીમ કેટલી જરૂરી છે તે સમજણ આપી હતી આમ સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્ના હતો.