Vishesh News »

ડાંગમાં કાળા પહેરવેશ સાથે સરકારી કર્મચારીઅોઍ વિરોધ પ્રદર્શન કર્યુ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સાપુતારા, તા. ૧૬ ઃ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના નેજા હેઠળ ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તથા ડાંગ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા કર્મચારીઓના મુખ્ય પ્રાણ પ્રશ્ન જૂની પેન્શન યોજના અને અન્ય પડતર પ્રશ્નોનું નિરાકરણ ન મળતાં તા. ૧૪/૦૨/૨૦૨૪ થી ૨૩/૦૨/૨૦૨૪ દરમ્યાન આંદોલન કાર્યક્રમ આપેલ છે.આ આંદોલનના ભાગરૂપે આજ રોજ તા.૧૬/૦૨/૨૦૨૪ ના રોજ ડાંગ જિલ્લામાં તમામ વિભાગના ૨૦૦૦ થી પણ વધુ કર્મચારીઓ કાળા રંગનો પહેરવેશ ધારણ કરી ફરજ બજાવી જૂની પેન્શન યોજનાની માંગણી ને બુલંદ બનાવી છે.ડાંગ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને ડાંગ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દિવ્યેશ પટેલ, મહામંત્રી ચિંતન પટેલ તથા સમગ્ર ટીમ દ્વારા તમામ કર્મચારીઓના સહકારથી કર્મચારીઓનાં પ્રાણ પ્રશ્ન, ઘડપણનો સહારો ઍવી ૅજૂની પેન્શન યોજનૉ ની માંગણી ને બુલંદ બનાવવા છેલ્લા ઘણા વર્ષથી સંઘર્ષ કરી રહ્ના છે. આ આંદોલનને લઈને પ્રતિક્રિયા આપતાં ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી ચિંતન પટેલે જણાવ્યું કે જો અમારા કર્મચારીઓની માંગણી સ્વીકારવામાં ના આવે તો અમારા ડાંગ જિલ્લાના તમામ કર્મચારીઓ તા.૨૩/૦૨/૨૦૨૪ ના રોજ ગાંધીનગર જઈ ધરણાં પ્રદર્શન કરશે.જૂની પૅન્શન યોજના મેળવવા અમારા કર્મચારીઓ હવે લડી લેવાના મૂડમાં છે.વધુમાં ડાંગ જિલ્લાના તમામ કર્મચારીઓ આંદોલનમાં સહભાગી બન્યા તે બદલ જિલ્લા સંગઠન દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.