Vishesh News »

વાપીની હૂબર કંપનીમાં મોકડ્રીલ યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૫ ઃ વલસાડ જિલ્લાના ઔદ્યોગિક ઍકમોમાં બનતી દુર્ઘટનાઓના કારણે ઊભી થતી ઈમરજન્સીને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર અને વલસાડ નાયબ નિયામક- ઔદ્યોગિક સલામતી અને સ્વાથ્ય તથા ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગ્રૂપ દ્વારા વાપીની જીઆઇડીસી સ્થિત હૂબરગૃપ ઈન્ડિયા પ્રાઇવેટ લિ. કંપનીમાં તા. ૧૫ ફેબ્રુઆરીને ગુરુવારના રોજ મોકડ્રીલ ( રીહર્સલ ) યોજવામાં આવી હતી. જેમાં દુર્ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી થઈ શકે તેનો વાસ્તવિક સિનારીઓ ઊભો કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ફેક્ટરીમાં રહેલા ડીસીપીડી (ડાય સાઈક્લો પેંટાડાઈન) કેમિકલ પ્રવાહી ભરેલા ટેંકની પાઇપની ફલેંજમાંથી કેમિકલ પ્રવાહી લીકેજ થતાં આગ પકડી લીધી હતી ત્યારે કંપનીની જુદી જુદી ટીમો અને ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતાં પરંતુ કેમિકલ પ્રવાહી લીકેજ અને આગનું પ્રમાણ વધારે માત્રામાં હોય ઓન સાઇટ ઈમરજન્સી કંટ્રોલમાં ન આવતા સાઇટ મેઇન કંટ્રોલર દ્વારા ઓફ સાઇટ ઈમરજન્સી જાહેર કરી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરાઈ હતી. બનાવ વખતે સ્થળ પર ઉપસ્થિત ઍક કામદારને શારીરિક ઇજા થતાં કંપનીના હેલ્થ સેન્ટરમાં પ્રાથમિક સારવાર બાદ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં લઈ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જરૂરી રસ્તા બંધ કરીને વાસ્તવિક પરિસ્થિતી ઊભી કરી હતી. ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગ્રુપની મદદ લઈ હૂબરગૃપ-ફાયર અને સફેટી વિભાગે સમગ્ર પરિસ્થિતી પર અંકુશ લઈ ફાયર ફાઇટિંગ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ મોકડ્રીલ કારખાનાઓમાં ઊભી થતી ઈમરજન્સીને પહોંચી વળવા માટે કારખાનાઓ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને તેમજ ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરીને ઈમરજન્સી સ્થિતિ પર કેવી રીતે કાબૂ મેળવવો તેના અભ્યાસના ભાગરૂપે કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મોકડ્રીલમાં દુર્ઘટના વખતે મદદરૂપ થતા સરકારી વિભાગોની ટીમ બનાવવામાં આવી હતી અને મોકડ્રીલ કરવામાં આવી હતી. આ મોકડ્રીલમાં જિલ્લા વહીવટી તંત્રના પારડીના પ્રાંત અધિકારી ઍ.પી.ગોહિલ, ડિઝાસ્ટર મામલતદાર ઍ.કે.મનસુરી, ડીવાયઍસપી બી.ઍન. દવે, વાપી રૂરલ મામલતદાર પ્રીતિ મોઢવડિયા, માહિતી વિભાગની ટીમ, વાપી સિટી મામલતદાર કે.આર.પટેલ, વાપી જીઆઇડીસી પી.આઇ. વી.જી. ભરવાડ, ભીલાડ પીઍસઆઇ ઍસ.આર. સુસલાડે, ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગ્રૂપના મેમ્બર સેક્રેટરી તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાથ્ય ઍમ.સી. ગોહિલ, વી.આઇ.ઍ.ના હોદ્દેદારો અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતાં. ઓફ સાઇટ ઈમરજન્સી-મોકડ્રીલનું સફળ સંચાલન અને સંકલન ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગ્રૂપના મેમ્બર સેક્રેટરી અને નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાથ્ય ઍમ.સી. ગોહિલ તથા આસિસ્ટન્ટ ડાયરેક્ટર આર.બી. મકવાણા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર મોકડ્રીલમાં ઓવરઓલ ઇન્સીડંટ કમાન્ડર તરીકે પારડી પ્રાંત અધિકારી ઍ.પી. ગોહિલને નિયુક્ત કરાયા હતા અને તેમની સૂચના અનુસાર સમગ્ર મોકડ્રીલને સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. મોકડ્રીલ પૂર્ણ થયા બાદ સમીક્ષા કરવામાં આવી હતી જેમાં જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. આભારવિધિ હુબર ગૃપના લાયઝન ઓફિસર સંદિપ પટેલ દ્વારા કરવામાં આવી હતી.