Vishesh News »

વાપી પાલિકાની વેરાવસુલાત માટે કડક કાર્યવાહી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૫ ઃ વાપી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત રાજય સરકારના બજેટ દરમિયાન છેલ્લા ૧૫ દિવસમાં ૬૧ લાખનો મિલકત વેરો ભરાયો છે. જો કે વધારે ટેકસ થઇ જશે ઍવા ડરથી નહિ પરંતુ માર્ચ ઍન્ડિંગ નજીક આવતાં પાલિકાઍ વેરા વસુલાત હાથ ધરી છે. જેમાં ઘરવેરો ભરવા ૩૦૦ થી વધુ બાકીદારોને નોટિસો,૨૫ સોસાયટીઓને નળ જોડાણ સહિતની સેવાઓ બંધ કરવાની નોટીસો આપવામાં આવી છે. વાપી નગરપાલિકાઍ દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરા વસૂલાતનો ૧૦૦ ટકાનો લક્ષ્યાંક - સિધ્ધ કરવા બાકીદાર મિલકતધારકો સામે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ના કુલ રૂ. ૨૪.૧૭ કરોડના માંગણા નગરપાલિકાઍ ૧૫મી ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં રૂ. ૧,૯૮૮ કરોડની વસુલાત કરી છે અને ૮૨ ટકાની વસૂલાત પાલિકાના ચોપડે નોંધાઈ છે. જે અંગે વાપી નગરપાલિકાના ટેક્સ સુપ્રીમ ટેન્ડર રાકેશભાઈ ઠક્કર અને દીપકભાઈ ચોઘડિયા તથા તેમની ટીમ દ્વારા આ વર્ષે પણ વાપી નગરપાલિકા૧૦૦ ટકા ટેક્સ વસૂલાતનો - લક્ષ્યાંક સિધ્ધ કરવા બાકીદારોને - ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૧૩૨ની પેટા કલમ (૩) મુજબ ઘરવેરો ભરવા ૩૪૦થી વધુ બાકીદારોને નોટિસો અપાઈ છે. વેરો ના ભરતી ચલા, ડુંગરા અને વાપીની ૨૭ સોસાયટીઓને નળ જોડાણ સહિતની સેવાઓ બંધ કરવાની નોટીસો અપાઈ છે.બીજી તરફ વાપી મહાનગરપાલિકા તરીકે જાહેરાત થયા બાદથી અત્યાર સુધીમાં ૧૫ દિવસમાં રૂ. ૬૧ લાખની વેરા વસુલાત થઈ છે. માર્ચ નજીક આવતાં પાલિકાના વેરા વસુલાત વિભાગે વેરો ન ભરતાં મિલકત ધારકો સામે કાર્યવાહી શરૂ કરી છે જોકે ચલા ડુંગરા અને વાપી ટાઉન વિસ્તારના રૂ. ૮૦ હજારથી વધુ મિલકતદારોમાંથી મોટાભાગના વાપી ટાઉન અને ડુંગરાના વિસ્તારમાં જુના વેરા માંગણા બિલ નહીં આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે.