Vishesh News »

વાપી જીઆઈડીસી થર્ડ ફેસમાં ૧૭ ફિડરો બંધ રહેશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૫ ઃ આજે વાપી જીઆઇડીસીના થર્ડ ફેસ વિસ્તારમાં આવેલ ૧૭ જેટલા ફીડરોમાં મેન્ટેનન્સને કારણે વીજ વિભાગ વીજ સપ્લાય બંધ રાખી કામગીરી કરશે. પ્રા વિગત મુજબ વાપી વિભાગના બલિઠા વીજ કચેરી દ્વારા વાપી જીઆઇડીસીના થર્ડફેસ વિસ્તારમાં આવેલ ૧૭ જેટલા ફીડરોમાં મેન્ટેનન્સને કારણે જરૂરી કામગીરી હોવાથી આજે તા. ૧૬--૨-૨૦૨૪ને શુક્રવારના રોજ બપોરે ૧૨ થી બે કલાક દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં આવતા ફીડરોમાં ધનલક્ષ્મી, ગાયત્રી શક્તિ પેપરમીલ જેબીઍફસી, ગ્રાફેટ ગુજરાત ઈલોકટ્રોમેગ, હિરંબા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન ઇન્ક કંપની, જેકેટી, પરમશિવા, રોયલ ઍસકાન ફાર્મા, સરના કેમિકલ, શાહ પેપરમીલ, કોફોર્સ કંપની અને વાઈટલ લેબોટરી કંપની વિસ્તારના આવતા ફીડરોને બંધ રાખી જરૂરી કામગીરી કરવામાં આવશે. જે દરમિયાન કંપની સંચાલક દ્વારા ધ્યાન રાખવું તથા કામગીરી પૂર્ણ થતા ગમે ત્યારે વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે.