Vishesh News »

મરઘમાળ પ્રા. શાળામાં તાળાબંધી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૧૫ ઃ ધરમપુરના મરઘમાળ ગામે આવેલ જી.પં. સંચાલિત પ્રા.શાળામાં હાજર થવા આવેલ શિક્ષકની નિમણુક હુકમ રદ કરવાની માંગ સાથે ઍસ.ઍમ.સી સભ્ય સહિતના ગ્રામજનોઍ વીરોધ કરી શાળાને તાળા બંધી કરી હતી, બે દિવસ અગાઉ ઉપરોકત શીક્ષકનો નિમણૂક હુકમ રદ કરવાની માંગ સાથે જી.શિ.અધિકારીને લેખિતમાં રજૂઆત કરાઈ હતી. વલસાડના ઉમરગામ તાલુકાની નાનકાપાડા પ્રા.શાળામાથી નીલેશભાઈ જગુભાઇ પટેલને સજાના ભાગરૂપે ફરજ મોકૂફ કરી , કપરાડાના ઘોટવણ પ્રા. શાળામા નિમણુક કરવામાં આવી હતી, જે બાદ કપરાડાના સુલીયા ગામની પ્રા.શાળામાં પુનઃ સ્થાપિત કરવાનો હૂકમ થયો હતો. જેના ઍક માસ બાદ પણ શીક્ષક હાજર થયા ન હતા, દરમિયાન શીક્ષક તરીકે ફરજ બજાવતાં નીલેશભાઈની ધરમપુર તાલુકાના મરઘમાળ ગામની પ્રા. શાળામાં નિમણુક કરાતાં, ઉપરોકત શિક્ષક વિવાદથી ઘેરાયેલા હોવાનું કારણ ધરી ઍ.ઍમ.સી.સભ્યોઍ ઉપરોકત શિક્ષકની નિમણુક હુકમ રદ કરવાની માંગ સાથે બે દિવસ અગાઉ જીલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી, આજરોજ શાળામાં હાજર થવા આવેલ શીક્ષક નીલેશભાઈ જગુભાઈ પટેલ આવ્યાં હોવાથી, રોષે ભરાયેલા ગ્રામજનોઍ શાળાઍ તાળાબંધી કરી દેવામાં આવી હતી, શાળામાં ઓરડાનાં નિર્માણની કામગીરી ચાલી રહી હોવાથી બે પાળીમાં ચાલતી શાળાના વિધ્યાર્થીઓને ગ્રામ પંચાયતના મકાનમાં બેસાડી શિક્ષણ આપવાની ફરજ ઊભી થઈ હતી, શાળામાં કરાયેલ તાળાબંધીનાં લઈને શાળામાં બપોરે.... કલાકે પહોચેલા તાલુકા શિક્ષણ અધિકારીને કોંશલ કસલીઍ ઍસ.ઍમ.સી પ્રમુખ દમયંતીબેન પટેલ, સરપંચ રજનીકાંત પટેલ તથા તા.પં. અપક્ષ સભ્ય કલ્પેશ પટેલના નિવેદનો લીધા હતા. શિક્ષણ અધિકારી કોશરબેન કસલીનો ટેલીફોનીક સંપર્ક સાધતાં જણાવ્યું હતું કે શાળામાં તાળા બંધી બાબતે કરાયેલ જાણનાં પગલે તેઓ શાળામાં પહોંચી ઍસ.ઍમ.સી અધ્યક્ષ દમયંતીબેન પટેલ, સરપંચ રજનીકાંત પટેલ તથા અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ સહિતનાં જવાબ લઈ જીલ્લા શિક્ષણ અધિકારીને સુપ્રત કરાશે. શિક્ષક નીલેશભાઈઍ જણાવ્યું હતું કે તેઓ જુજવા ખાતે સંતાનો સાથે વડાપ્રધાનના કાર્યક્રમમાં ગયા હતા.જેના ફોટા પુત્રીઍ વોટસઅપ પર સ્ટેટસ મૂક્યું હતું.જે સંઘના કાર્યકરો દ્વારા કોપી કરી.વોટસઅપ ગ્રુપમાં મુકી, ઍ રીતે પ્રચાર કર્યો હતો કે આચાર સંહિતાનો ભંગ કર્યો હતો, જાણ થતા તરત સ્ટેટસ ડિલીટ કરી દેવાયુ હતું કોઈ પ્રચાર પ્રસાર કર્યો ન હતો ઍના અનુસંધાને કપરાડા ઘોટવણ પ્ર.શાળામાં મૂકવામાં આવ્યો હતો. ઍક વર્ષ સજા ભોગવી પુનઃ સ્થાપિત ઓર્ડર સૂલિયા પ્રા. શાળાના મળ્યો હતો.મારી સજા ભોગવી હતી.પરંતું ઍક ગુનાની બે વખત સજા ન થાય તે માટે ગાંધીનગર શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. નિયામકશ્રીને રજૂઆત કરાઈ હતી. રજૂઆત સાંભળી ઓર્ડર બદલી મરઘમાળ બદલી કરાઈ હતી. તેઓ હાજર થવા માટે આવ્યાં હતાં.પરંતું તે અગાઉ જ સરપંચને મારા ઓર્ડરની જાણ થઈ હતી. જેથી શિક્ષણ વિભાગ દ્વારા મારી પાછળ કોઈ ષડયંત્ર રચાતું, હોય ઍવું લાગે છે.મારો ગુનાહિત કોઈ પ્રવૃત્તિ નથી, બાળકો ઍને શાળાના શિક્ષકોના હિતમાં જ કામ કર્યુ છે. અગાઉ શિક્ષક સંઘના પ્રશ્ન ઉપડ્યા હતાં. ભ્રષ્ટાચાર બહાર પાડ્યા હતાં. ૨૦૧૮માં સળંગ સિનીયોરીટીની વાત હતી ત્યારે શિક્ષક સંઘના શિક્ષક મિત્રો પરથી અઢી હજારની ઉઘરાણી કરતાં હતા, ત્યારે તેમણે વીરોધ કરી રસીદની માંગ કરી હતી.જેથી તેઓની શાળામાં ઈકો ગાડી લઈ મારવા આવ્યાં હતાં. જેથી પોલીસ ફરિયાદ કરી હતી. માનવતાના ધોરણે લેખિત સમાધાન કર્યું હતું.જે સમયે વલસાડ જિલ્લામાં આશરે ૩૯ લાખ પરત કરવા પડ્યા હતા, હું શિક્ષકોનું હું હિત વિચારી રહ્ના છું, જે અંગત અદાવતના લઈને તેઓને વારંવાર હેરાન કરવામાં આવી રહ્ના છે.સર્વિસ બુક ફાડી કાઢવામાં આવી હતી, તેમનો વીરોધ કરવા પાછળનું કારણ કોઈ જણાવી રહ્નાં નથી ગતરોજ ઍને આજરોજ હુ શાળાના સમય દરમિયાન હાજર છું.