Vishesh News »

નામધામાં ક્રિકેટ રમતા યુવાનને હાર્ટ ઍટેકઃ સુરતની હોસ્પિટલમાં ખસેડાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી,તા.૧૫ઃ વાપી નજીકના નામધા ગામે ક્રિકેટ રમતા રમતા ઍક યુવકને ઍટેક આવતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા જ્યાંથી વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રા વિગત મુજબ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી યુવાનો સહિત અનેક સગીરોને પણ હાર્ટ ઍટેકની બિમારીથી અનેક લોકોના મોતનો સિલસિલો ચાલી રહ્ના છે ત્યારે આજે વાપી નજીકના નામધા ગામે આવેલ ઍક ખાનગી ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર દમણના કચીગામની ઍક ફાર્મા કંપનીના કર્મચારીઓ આંતરિક ટીમ બનાવી ક્રિકેટ મેચ રમી રહ્ના હતા તે દરમિયાન બોલિંગ નાખી રહેલા કંપનીમાં કેમીસ્ટ તરીકે નોકરી ૩૯ વર્ષના મનોજભાઈ પટેલ રહે. પાનેરા વલસાડનાને અચાનક હાફ આવી જતા તે જમીન પર બેસી પડ્યો હતો અને તેને જાત જોતામાં હાર્ટ ઍટેક આવતા જ તેને સાથી કર્મચારીઓઍ તાત્કાલીક વાપીના ચલા ખાતે આવેલ ઍક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેને વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.