Vishesh News »

સરીગામ ગ્રા.પં.ની સામાન્ય સભામાં ૧૧ વિરુદ્ધ ૧૦ મતોથી બજેટ નામંજુર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૧૫ ઃ સરીગામ ગ્રામ પંચાયત કચેરી ખાતે ગુરૂવાર ના રોજ બપોરે ખાસ સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. સરપંચ સહિત કુલ ૨૧ સભ્યો બેઠકમાં ઉપસ્થિત રહ્ના હતા. જેમાં બજેટ રજૂ કરાતા ૧૧ વિરુદ્ધ ૧૦ મતો થી બજેટ ના મંજૂર કરાયુ હતુ. સરીગામ ગ્રામ પંચાયત મા બજેટ ના મંજૂર કરાતા અસ્થિરતા માહોલ સર્જાયો છે. હવે બજેટ તાલુકામાં અવલોકન માટે મોકલાશે અને ત્યારબાદ આગળની રણનીતિ મુજબ. સરીગામનું ભવિષ્ય સુનિડ્ઢિત થશે. ખાસ સામાન્ય સભા પૂર્ણ થયા બાદ ચાર જેટલા સભ્યોઍ સામાજિક અગ્રણી મનીષ રાય (બાલાભાઈ)ની ઉપસ્થિતિમાં ધારાસભ્ય રમણભાઈ પાટકરના નિવાસસ્થાને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. અગાઉ પણ સરીગામ ગ્રામ પંચાયતમાં અનેકવાર સત્તા પરિવર્તન અને રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી. ફરી બજેટ ના મંજુર થતાં ગ્રામ પંચાયતમાં અસ્થિરતાનો માહોલ સર્જાયો છે. હવે જોવું રહ્નાં કે અવલોકન બાદ ફરી બજેટ મંજુર કરવા બેઠક યોજાશે કે પછી બજેટના મંજૂરના નિર્ણયને સ્વીકારી નવેસરથી ચૂંટણી યોજવાની રણનીતિ અમલમાં મુકાશે ઍ તો આવનારો સમય બતાવશે.