Vishesh News »

વાપી પંથકમાં ઘરફોડ ચોરીના બનાવથી સ્થાનિકોમાં ભયનો માહોલ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી,તા.૧૫ઃ વાપી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘરફોડ ચોરી તેમજ બંધ મકાનોને નિશાન બનાવી તસ્કરો ચોરી કરી રહ્ના છે સાથે વાપીની પોલીસને પડકાર ફેંકતા હોય તેમ રાત્રે તો ખરી જ પરંતુ હવે ધોળા દિવસે પણ ચોરીનો સીલસીલો ચાલી રહેતા સ્થાનિક નાગરિકોમાં ભારે ગભરાટ અને ફફડાટ ફેલાયો છે. પ્રા વિગત મુજબ છેલ્લા કેટલાક દિવસોથી વાપી ટાઉન વાપી ઉદ્યોગ નગર અને ડુંગરા પોલીસ મથકની હદમાં આવતા વિસ્તારોમાં બેફામ ચોરીના બનાવો બની રહ્ના છે તો સાથે સાથે જીઆઇડીસીની કંપનીઓમાંથી પણ રાત્રિ દરમિયાન ચોરીઓ થઈ રહી છે જ્યારે પોલીસનો તસ્કરોને કોઈપણ જાતનો ભય રહ્ના ન હોય અને તેઓ સીધો પડકાર પોલીસને ફેંકી રહ્ના હોય તેમ દેખાઈ રહ્નાં છે. હાલમાં જ વાપી જીઆઇડીસીની બે થી ત્રણ જેટલી કંપનીઓમાં તથા વાપી ટાઉનમાં બંધ ઘરનું તાળું તોડી ચોરી થઇ હતી તેવી જ રીતે ગઈકાલે નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલ મોટરના શોરૂમમાં ચોરી થયાનો બનાવ બન્યો હતો જ્યારે ચારેક દિવસ પહેલા જ વાપી ટાઉનમાં રહેતા ઍક જાણીતા વેપારીના ઘરમાંથી ડાયમંડના દાગીનાઓની ચોરી થવા પામી હતી તો અનેક વિસ્તારોમાંથી મોપેડ બાઈક પણ ચોરાઈ રહ્ના છે આવા બનાવ અંગે પોલીસમાં માત્ર જાણવા જોગ ફરિયાદ જ કરાય છે અને શહેરમાં લાગેલા મોટા ભાગના સીસીટીવી કેમેરા બંધ હોવાનું પણ જણાઇ રહ્નાં છે. પરંતુ હવે તો ચોર લૂંટારાઓ બેફામ બન્યા હોય તેમ પોલીસને પડકાર પણ ફેંકી રહ્ના છે અને તેઓ રાત્રે તો ચોરી કરતા જ હતા પરંતુ હવે તો દિવસ દરમિયાન પણ વાપી પંથકમાં ચોરીનો સિલસિલો ચાલુ જ રહેતા સ્થાનિક લોકો તથા દુકાનદારોમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્ના છે જે અંગે જિલ્લા પોલીસવડા દ્વારા અહીં કોઈ સક્ષમ પોલીસ અધિકારીની નિમણૂક કરે તેવી માંગ અને ચર્ચા લોકોમાં ઉઠવા પામી છે.