Vishesh News »

પીઠા-ખેરગામના બે રહીશ સાથે નાણાં બમણાં કરી આપવાની લાલચે રૂ. ૮૩.૭૫ લાખની ઠગાઈ!

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા. ૧૪ ઃ ‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે’ ટૂંકા દિવસોમાં ડબલ પૈસા કરી આપવાની લાલચ આપી ચીખલીના દેગામનો ઍક રહીશ અને દિલ્હીના બે ભેજા બાજે કંસાઈમેન્ટ છોડાવાના બહાને વલસાડના પીઠા ગામનો રહીશ અને ખેરગામના ઍક ખેડૂત પાસેથી ત્રણ વર્ષ અગાઉ છ મહિનામાં રૂપિયા ૮૩.૭૫ લાખ જેટલી રકમની છેતરપિંડી કરતા બનાવ અંગેની ફરિયાદ ખેરગામ પોલીસ મથકે નોંધાવા પામી છે. બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ખેરગામ ખાતે આવેલ આત્મીય હોટલ જે રસિકભાઈ રમણભાઈ પટેલની માલિકીની હોય જે હોટલ ઉપર કિરીટ કલ્યાણજી મિસ્ત્રી રહે દેગામ નવાફળીયા તા.ચીખલી તેમજ વિજય મગનલાલ ભારતી તથા ઈશ્વરભાઈ ઢેડાભાઈ પટેલ વિગેરે ભેગા થતા હતા અને ધંધા રોજગારની વાતો થતી હતી ત્યારે કિરીટ કલ્યાણજી મિસ્ત્રી રહે. દેગામ નવા ફળિયા નાઍ દિલ્હીના રહીશ આશા રાજુ ગુરુંજ તથા વિપિન રમેશ રાય સાથે મુલાકાતો કરાવી હતી અને તારીખ ૧૫. ૨. ૨૧ થી ૧૩. ૮. ૨૧ દરમિયાન કિરીટ કલ્યાણજી મિસ્ત્રીઍ જણાવેલ કે આશા રાજુ ગુરુંજ અને વિપિન રમેશ રાય કન્સાઈમેન્ટ નો વ્યવસાય કરે છે ત્યારે કંસાઇનમેન્ટ છોડાવવા માટે કેટલાક પૈસાની જરૂર છે ઍમ જણાવેલ ત્યારે વિજય ભારતીઍ કિરીટભાઈ ના કહેવાથી ૭,૦૦,૦૦૦ વિપિન રમેશ રાયના કેનેરા બેન્ક ઍકાઉન્ટમાં આરટીજીઍસ કરી આપેલ ત્યારબાદ બીજા પૈસાની જરૂર હોય ત્યારે ઍકાઉન્ટમાં રૂ. ૫૧.૪૦ લાખ બીજા પણ પૈસા આપ્યા હતા. તથા કિરીટ મિસ્ત્રીઍ રસિકભાઈ પટેલના મિત્ર ઈશ્વરભાઈ ઢેડાભાઈ પટેલ પાસેથી કન્સાઈમેન્ટ છોડાવી પૈસા આવ્યેથી ડબલ પૈસા આપવાની લાલચ આપી તેમની પાસેથી ચેક અને બેંક મારફતે રૂપિયા ૨૧.૮૦ લાખ તથા રોકડા રૂપિયા ૧૦.૫૫ લાખ મળી કુલ રૂ. ૩૨.૩૫ લાખ આપ્યા હતા ત્યારબાદ કિરીટ મિસ્ત્રી પાસેથી પૈસાની માંગણી કરતા કંસાઇનમેન્ટ આવેલ નથી અને આ કન્સાઇમેટ છોડાવવા માટે હજુ રૂપિયાની જરૂર છે તેમ કહેતા ઈશ્વરભાઈ પટેલ અને વિજયભાઈ ભારતી જણાવેલ કે અમારે રૂપિયાની જરૂર છે અમારા રૂપિયા આપી દો તેમ જણાવતા આ ત્રણેય ઈસમો ગલ્લા તલ્લા કરતા રહ્ના હતા અને હાલમાં ફોન પણ ઉપાડતા નથી તેટલું જ નહીં પરંતુ રહેણાંક મકાન પણ બદલી નાખી ક્યાંક રહેવા ચાલી ગયેલ છે ત્યારે આ ત્રણે આરોપીઓઍ ઍકબીજાની મદદગારી કરી કન્સાઈમેન્ટ છોડવાના બહાને કુલ્લે ૮૩.૭૫ લાખની ઠગાઈ કરેલ હોય ત્યારે આ બનાવ અંગેની ફરિયાદ વિજય મગન ભરતી રહે પીઠા પહાડ ફળીયા તા. વલસાડ જી. વલસાડ નાઍ ખેરગામ પોલીસ મથકે ફરિયાદ કરતા આગળની વધુ તપાસ ખેરગામ પોલીસ મથકના ઇન્ચાર્જ પોસઇ જે.વી. ચાવડા કરી રહ્ના છે.