Vishesh News »

અંતે વલસાડમાં ડીમાર્ટનું ગેરકાયદે બાંધકામ હટાવાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૪ ઃ વલસાડના અબ્રામા હાઇવે સર્વિસ રોડ પર ડી-માર્ટ દ્વારા હાઇવેના સર્વિસ રોડ ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવાના મામલે કલેક્ટરને આવેદનપત્ર અપાયા બાદ આજરોજ સર્વિસ રોડ પર ગેરકાયદેસર બાંધકામને જે..સી.બી. થી તોડી નાખી ખુલ્લો કરવામાં આવતા વિસ્તારના રહીશો કંપનીના કર્મચારીઓ અને વાહન ચાલકોને મોટી રાહત મળી છે. ત્રણ અઠવાડિયા અગાઉ વલસાડ નગર પાલિકાના માજી સભ્ય અને વલસાડના અબ્રામાના રહીશ રવિન્દ્ર મહાકાલ તથા વિસ્તારના રહીશોઍ વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું કે, વલસાડ અબ્રામા સ્થિત સીટી હદમાં આવેલ અબ્રામા વાવ ફળિયામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડીને આવેલ આવેલ ડીમાર્ટનું બાંધકામ ચાલી રહેલ છે. આ ડીમાર્ટ દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સર્વિસ રોડ પર ડીવાઈડર તેમજ અન્ય તમામ બાંધકામ કાયદા વિરૂદ્ધ અને વાહન ચાલકોને અડચણરૂપ તથા જોખમ ઉભુ કરનારું લાગતા સ્થાનિક સભ્ય તેમજ ગ્રામજનો ઍ બાંધકામ અંગેની પરમિશન માંગતા નેશનલ હાઈવે દ્વારા કામ કરવાની પરમિશન આપી હોવાનું જણાવ્યું હતું. નેશનલ હાઈવે સર્વિસ રોડ પર ખાડા ખોદી બેરીકેટ તેમજ લોખંડની ડિવાઈડર બનાવવામાં આવતા વિસ્તારમાં રહેતા લોકો અને કંપનીઓ ૩,૦૦૦ થી વધુ લોકો અને વાહન ચાલકોને અવર-જવર કરવામાં ભારે તકલીફો પડતી હોવાની ફરિયાદ કરી હતી. જેના સંદર્ભે આજરોજ સવારે વલસાડના અબ્રામા હાઇવે પરના સર્વિસ રોડ પર ડીમાર્ટ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને જે.સી.બી.થી તોડી નાખી ખુલ્લો કરવામાં આવતા વિસ્તારમાં રહીશો કંપનીના કર્મચારીઓ અને વાહન ચાલકોને મોટી રાહત મળી છે.