Vishesh News »

નવસારી જીલ્લાની આશાવર્કર અને આંગણવાડી બહેનોઍ જુની માંગણી અંગે આવેદન આપશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા. ૧૪ ઃ નવસારી જિલ્લામાં આવેલ આંગણવાડી મહિલાઓ અને આશા વર્કર મહિલાઓને બજેટમાં કોઈ સમાવેશ ન કરાતા તેમજ વર્ષો જૂની માંગણી સરકાર દ્વારા ન સંતોષતા તારીખ ૧૬. ૨.૨૪ ના રોજ નવસારી જિલ્લા ખાતે રેલીયોગી કલેકટરને આવેદનપત્ર અપાશે જ્યારે તારીખ ૧૭.૨. ૨૪ ના રોજ ચીખલી તાલુકા ખાતે રેલીયોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે. નવસારી જિલ્લાના તાલુકા ભરમાં આરોગ્ય વિભાગનું કામ કરતી આશા વર્કર મહિલાઓ અને નાના બાળકોને અભ્યાસ કરાવતી આંગણવાડી મહિલાઓને ફિક્સ પગારમાં નોકરી કરાવતા તેમજ છેલ્લા કેટલાક સમયથી કાયમી કરવા માટે જણાવેલ હોવા છતાં કાયમી ન કરતા તથા પગાર વધારો ન કરવામાં આવતા તેમજ બીજા કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખી નવસારી જિલ્લા ની આશા વર્કર મહિલાઓ અને આંગણવાડી મહિલાઓ દ્વારા તારીખ ૧૬. ૨. ૨૪ ના રોજ લુન્સીકુઈ મેદાનથી ઍક રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર અપાશે. જ્યારે ચીખલી તાલુકા ખાતે તારીખ ૧૭. ૨. ૨૪ ના રોજ કાવેરી નદી કિનારે મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી મળી ચીખલી તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી પોતાની જરૂરિયાતો માટે રજૂઆતો કરશે.