Vishesh News »

વાપીની હોસ્પિટલમાં પ્રસુતાના મૃત્યુ બાદ પરિજનોની પોલીસ ફરિયાદ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૪ ઃ વાપીની ૨૧ ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલમાં સગર્ભા મહિલાનું સિઝર અને ગર્ભાશયનું ઓપરેશન કરી યોગ્ય સારવાર નહિ કરતા મહિલાનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. મહિલાના પરિવારજનોઍ આ મામલે વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોસ્પિટલના તબીબ સામે આક્રોશ ઠાલવ્યો છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ વાપીના ચણોદમાં રહેતીઍક ૩૩ વર્ષીય અર્ચનાબેન કિશન ભાઈ મુરારી નામની ગર્ભવતી મહિલાને પ્રસવ પીડા ઉપડતા ૧૨ ફેબ્રુઆરીઍ રાત્રે ૨૧ ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલમાં દાખલ કરી હતી. હોસ્પિટલના તબીબ વૈભવ નાડકર્ણીઍ તેનું ચેકઅપ કરી મહિલાનું સિઝર કરી બાળકની ડિલિવરી કરાવી હતી. મહિલાઍ ઍક બાળકીને જન્મ આપ્યો હતો. જો કે, બાળકી અને માતા બન્નેની સ્થિતિ સારી ના હોય બાળકીને પ્રથમ હોસ્પિટલના ઍનઆઈસીયુ વોર્ડમાં અને તે બાદ વધુ સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. જ્યારે મહિલાને ૨૧ ફર્સ્ટ સેંચ્યુરીના આઈસીયુ વોર્ડમાં રાખવામાં આવી હતી. જ્યાં તબીબે તેના ગર્ભાશયનું બીજું ઓપરેશન કર્યું હતું. જે બાદ બીજા દિવસે સવારે મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે પરિવારજનોઍ આક્રોશ ઠાલવ્યો હતો કે, તબીબે પહેલા નોર્મલ ડિલિવરી થશે કહ્ના બાદ સિઝર કરવાનું જણાવ્યું હતું. સિઝર કર્યા બાદ માં-દીકરીની તબિયત બગડી હોવાનું જણાવી આઈસીયુ, ઍનઆઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી અને ફરીથી (અનુ. પા.નં. ૭ પર) માતાનું ગર્ભાશયનું બીજું ઓપરેશન (અનુ. પા.નં. ૭ પર) પા.નં. ૧ નું ચાલુ.. વાપીની હોસ્પિટલમાં પ્રસુતાના.... કર્યું અને જ્યારે મહિલા પીડાથી કણસતી હતી ત્યારે તબીબ નર્સના ભરોસે મૂકીને પોતાના કામમાં વ્યસ્ત રહી ફોન પર સૂચના આપતા રહ્ના હતાં. બીલને લઈને પણ પરિવારજનોઍ આક્ષેપ કર્યો હતો કે, મહિલાના ઓપરેશન દરમ્યાન દવાનું બિલ જ અઢી લાખ આવ્યું છે. જ્યારે ઍ ઉપરાંત હજુ પણ સારવારના બીજા દોઢ લાખની માંગણી હોસ્પિટલના સંચાલક કરી રહ્ના છે. ઉલ્લેખનીય છે કે, મહિલાનું મૃત્યુ ક્યાં સંજોગોમાં થયું છે તે જાણવા તેમના પરિવારજનોઍ તેનું પોસ્ટમોર્ટમ કરવાનો આગ્રહ દાખવી પોલીસ મથકમાં નોંધ કરાવતા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્નાં છે