Vishesh News »

વલસાડ પાલિકાના શોપીંગ મોલમાં દુકાન-અોફિસ લઈ નાણાં ન ભરનારને નોટીસ ફટકારાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૪ ઃ વલસાડ નગરપાલિકાઍ કરોડોના ખર્ચે બનાવેલી મોરારજી દેસાઇ શોપીંગ કોમ્પ્લેક્ષ ફાળવેલ દુકાનો/ઓફિસોના નાણાં ભરપાઈ નહીં કરતા દુકાનદારોને નોટિસ ફટકારી ૧૫ દિવસમાં બાકી રહેલી રકમ ભરવા જણાવ્યું છે જો રકમ નહીં ભરે તો શોપીંગ કોમ્પ્લેક્ષની ઓફિસ/દુકાનની ફાળવણી રદ કરી ભરેલ રકમ ફોરફીટ કરવાની કાર્યવાહી કરવામાં આવશેની ચીમકી આપી છે. વલસાડ નગરપાલિકા દ્વારા પાલિકા કમ્પાઉન્ડમાં કરોડોના ખર્ચે મોરારજી દેસાઈ શોપિંગ કોમ્પ્લેક્સ મોલ બનાવવામાં આવ્યો છે. જોકે આ મોલમાં દુકાનો વેપારીઓઍ નહીં લેતા પાલિકા દ્વારા ૦૫-૦૫- ૨૦૨૨ના રોજ જાહેર હરાજી બોલાવવામાં આવી હતી. જેમાં કેટલાક વેપારીઓઍ દુકાનો લીધી હતી હરાજીમાં લેવાયેલી દુકાનની મૂળ કિંમત માંથી ૧૦„ મુજબ સરકમ જમા કરાવવાની હોય છે જ્યારે બાકીની રકમ પાછળથી ભરી દેવા જણાવ્યું હતું તેમ છતાં નગરપાલિકાના શોપિંગ મોલમાં દુકાનો લેનાર આવેલ ડિપોઝિટની રકમ આપ્યા બાદ મૂળ રકમ નહીં આપતા પાલીતા દ્વારા દુકાન કે ઓફિસ લેનારને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં વલસાડના તિથલ રોડ પર રહેતા મિતુલ ઉદયભાઇ દેસાઈ નામના વ્યક્તિઍ વલસાડ નગરપાલિકા – વલસાડ દ્રારા વલસાડના ટાઉન પ્લાનીંગ સ્કીમ નં. ૧ નં.-૧૧૮/૨ વાળી જગ્યામાં બનાવવામાં આવેલ મોરારજી દેસાઇ શોપીંગ કોમ્પ્લેક્ષમાં તા.૦૫-૦૫-૨૦૨૨ના રોજ આયોજીત જાહેર હરાજીમાં ત્રીજા માળ ઉપર આવેલ બી-વીંગ માં દુકાન નં.બી-૪ની રકમ રૂ.૧૮,૭૮,૨૫૦ માં હરાજીમાં લેવામાં આવેલ છે. હરાજીની શરત માં સૌથી વધુ બોલીની મંજુર થયેલ રકમના ૧૦ ટકા મુજબની બાંધકામ ફાળાની રકમ રૂ।.૧,૮૭,૮૨૫ દ્રારા તા.૧૨-૦૫-૨૦૨૨ થી નગરપાલિકા કચેરીઍ ભરપાઈ કરવામાં આવેલ હતા. ફાળવણીની બાકી ૯૦ ટકા રકમ રૂ.૧૬, ૯૦, ૪૨૫ ભરપાઈ કરવા માટે કચેરી દ્રારા અગાઉ બે વાર નોટીશ પાઠવવામાં આવી છે. અને આ આખરી નોટીશ મળ્યેથી દિન - ૧૫માં આ બાકી નાણાં જમા કરવવા હુકમ કરવામાં આવે છે. જો આ સમય મર્યાદામાં નાણાં ન જમા કરવવામાં આવશે તો તમને ફાળવણી કરવામાં આવેલ શોપીંગ કોમ્પ્લેક્ષની ઓફિસ/દુકાનની ફાળવણી રદ કરી ભરેલ રકમ ફોરફીટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે ની ચીમકી આપી છે.