Vishesh News »

મોટાપોîઢા કોલેજમાં સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૨ ઃ શ્રી મુંબા દેવી આર્ટસ ઍન્ડ શ્રીમતી સુગનીબાય આર. ચમારિયા કોમર્સ કોલેજ મોટાપોંઢા કોલેજમાં આજ રોજ રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી. પ્રોગ્રામ ઓફિસર ડો શીલા પટેલે સ્વામી વિવેકાનંદ ના જીવન વિશે અને યુવા ભારત વિકસિત ભારત -૨૦૪૭ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે સ્વામી વિવેકાનંદ ના ચરિત્ર પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૦ વિધાર્થીઓ ઍ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વારલી સુનિતા, બીજા ક્રમે રોહિત પનિતા અને ત્રીજા નંબરે હળપતિ સીતા વિજેતા બન્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને પ્રિ. ડો સતીષભાઈ પટેલે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર ડો. શીલા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતા.