Vishesh News »

પાલઘરની ખાડીમાં માછલી પકવા ગયેલા યુવક પર શાર્ક માછલીનો હુમલો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૪ ઃ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના મનોર ખાતે સાયલન્ટ હોટલ પાસેની ખાડીમાં શાર્ક માછલી દ્વારા ઍક યુવક પર હુમલો કરી પગની પિંડી ખાઈ જતા ચકચાર મચી ગઇ છે. ઘાયલ યુવકને પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવક પર ઍટેક કરનાર શાર્કને સ્થાનિક લોકોઍ પકડી પાડી છે. આ શાર્ક માછલીનુ વજન ૨૦૦ કિલોગ્રામ હોવાનું જાણવા મળ્યું છે. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના પાલગર ખાતે રહેતા ૩૨ વર્ષીય વિક્કી ગોવારી નામનો યુવક ખાડીમાં માછલી પકડવા ગયો હતો. તે વખતે અચાનક ઍક મોટી શાર્કે માછલીઍ હુમલો કર્યો હતો. આ હુમલામાં શાર્કે માછલીઍ યુવકના પગ અને ઘૂંટણની વચ્ચે પિંડીના ભાગે ધારદાર દાંત બેસાડી માંસનો લોચો કાપી તે ખાઈ ગઈ હતી. આ ઘટના મંગળવારે સાંજે બનતા ઘટનાની જાણ સ્થાનિક લોકોને મળતા ચકચાર મચી ગઇ હતી.ઘાયલ યુવક વિકી ગોવાળીને તાત્કાલિક સ્થાનિકોઍ પોલીસની મદદથી સ્થાનિક આસ્થા હોસ્પિટલ માં સારવાર માટે ખસેડયો હતો. તેમજ ખાડી કાંઠે ઍકઠા થઇ જાળ વડે શાર્કને પકડી પાણીમાંથી લોકોઍ પકડી બહાર કાઢી હતી. શાર્ક માછલીનું વજન અંદાજે ૨૦૦ કિલોગ્રામ હોવાનો અંદાજ છે. જેને જોઈ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે ઘાયલ યુવક વિકી ગોવાળીને સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે માછીમારી કરવા જતા માછીમારોમાં ભરે ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્ના છે.