Vishesh News »

મોટી દમણની સરકારી કોલેજમાં સરસ્વતી માતાની પૂજા કરાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૧૪ ઃ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, મોટી દમણ ખાતે વસંત પંચમીના શુભ અવસરે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોઍ સાથે મળીને સરસ્વતી માતાની પૂજા કરી પ્રાર્થના, પ્રવચન, પૂજા અને સમૂહ ભોજનનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો. શાળાના ઇન્ચાર્જ ભુપેન્દ્ર પટેલ સહિતના સ્ટાફે વિદ્યાર્થીઓને વસંત પંચમીનું મહત્વ સમજાવ્યું હતું, સાથે વિદ્યાર્થીઓઍ પણ તેના પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.