Vishesh News »

છીરીની જ્ઞાનગંગા સ્કુલમાં વસંત પંચમીઍ માતૃ-પિતૃ પૂજન કરાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૪ ઃ વાપીની જ્ઞાન ગંગા શાળામા ૧૪મી ફેબ્રુઆરી જેને સમગ્ર વિશ્વ ખાસ કરીને યુવા પેઢી ‘વેલેનટાઈન ડે’ ના રૂપમાં ઉજવણી કરે છે. જેને જ્ઞાન ગંગા શાળા પરિવાર દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી માતા-પિતા પૂજન દિવસ તરીકે ઊજવણી કરાઈ રહી છે. આ વર્ષે પણ શાળામાં ભણતા ધોરણ ૧ થી ૧૨ લગભગ ૧૬૦૦થી વધુ વિદ્યાર્થીઓઍ તથા તેમના માતા પિતાઍ ભાગ લઈ આ કાર્યક્રમની શોભા વધારી હતી. આ અવસરે શાળાના ચેરમેન સંદીપભાઈ પટેલે જણાવ્યું હતું કે, પડ્ઢિમી સંસ્કૃતિ તરફ ખૂબ જ આકર્ષિત થતી આજની યુવા પેઢી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અને ભૂલતી જાય છે ત્યારે આજના દિવસે બાળકોને માતા પિતાનું મહત્વ શું છે, ભારતીય સંસ્કૃતિની સમજ અને ઓળખ આપવા માટે શાળા પરિવાર દ્વારાં માતૃ પિતૃ પૂજન દિવસ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે સાથે આજના દિવસે પુલવામાં શહીદ થયેલા ભારત માતાના જવાનોને પણ શાળા પરિવાર દ્વારાં યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ અવસરે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા દમણગંગા ટાઈમ્સ ન્યૂઝ પેપરના તંત્રી વિકાસભાઈ ઉપાધ્યાયે શાળાની પ્રવૃત્તિને પોતાના શબ્દોમાં બિરદાવી, પડ્ઢિમી સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ વિશેની માહિતી આપી હતી ટ્રસ્ટી સંદીપભાઈ પટેલનો આભાર માન્યો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓઍ સુંદર સાંસ્કૃતિક કૃતિઅો રજુ કરી હતી. ત્યારબાદ વિવિધ મંત્રોચ્ચાર અનુસાર વિધિ સાથે મનોજભાઇ મહારાજે બાળકોને પૂજન કરાવ્યુ હતું. આ પૂજન દરમ્યાન વારંવાર લાગણીશીલના ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ત્યારબાદ ૨૦૨૩-૨૪માં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને મેડલ તથા સર્ટિફિકેટ અને ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ફાઉન્ડર રમણભાઈ પટેલે વિશેષ પધારી શાળાના બાળકોને આશીર્વાદ આપ્યા હતા અંતમાં શાળાના આચાર્ય સુનિલ નાયરે શાળામાં ઉપસ્થિત મુખ્ય મહેમાન વિકાસ ઉપાધ્યાય, માતા-પિતા, મનોજ મહારાજનો આભાર માન્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે, શાળાના શેક્ષણિક સ્ટાફ અને બિન શેક્ષણિક સ્ટાફે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.