Vishesh News »

ડાંગની નદીઅોમાં જળસ્તર ઘટતા પીવાના પાણીની અછતના ઍîધાણ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સાપુતારા, તા. ૧૪ ઃ રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લો વરસાદની દ્રષ્ટિઍ ચેરાપુંજી તરીકે ઓળખાય છે.અગાઉ ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમ્યાન ૧૦૦ ઈંચ જેટલો વરસાદ નોંઘાતો હતો.પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ડાંગ જિલ્લામાં વરસાદમાં ક્યારેક વધારો તો ક્યારેક ઘટાડો નોંધાતા ચિંતાનો વિષય સતાવી રહ્ના છે.ગત ૨૦૨૩નાં વર્ષમાં ડાંગ જિલ્લામાં ઓછો વરસાદ પડતા તેની અસર ડાંગ જિલ્લાની જીવાદોરી સમાન નદીઓ પર દેખાઈ રહી છે.હાલમાં ફેબ્રુઆરીનો અર્ધો મહિનો પૂર્ણ થયો છે.જેની સાથે જ ડાંગ જિલ્લાની ગીરા, પૂર્ણા, ખાપરી અને અંબિકા નદીનાં જળ સ્તરમાં ઘટાડો થતા ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે.ચાલુ વર્ષે ડાંગ જિલ્લાની જીવાદોરી સમાન ચારેય નદીઓમાં વહેલી તકે પાણીનું સ્તર ઘટી જતા આવનાર ઉનાળાની ઋતુ જનજીવન ,પશુઓ સહીત જીવજંતુઓ માટે આકરી સાબિત થશે.સાથે ડાંગ જિલ્લામાં હાલનાં તબક્કે ચેકડેમ, કુવા તથા બોરમાં પણ પાણી નીચુ જતા ઉનાળાની ઋતુમાં પાણીનો કકળાટ સંભળાશે.ડાંગ જિલ્લામાં પાણીનાં સ્તરનાં તળિયા ઊંડે જતા શાકભાજી સહીત ફળફળાદી પાકો પર અસર વર્તાવાનાં ઍંધાણ વર્તાયા છે.ત્યારે આવનાર ઉનાળો ડાંગ જિલ્લાનાં જનજીવન સહીત પશુઓ અને પ્રાણીઓ માટે આકરો સાબિત થશે જેમાં બેમત નથી.ડાંગ જિલ્લાનાં ત્રણેય તાલુકામાં છેલ્લા પાંચ વર્ષનાં વરસાદનાં આંકડા ઉપર નજર કરીઍ તો આહવા તાલુકામાં વર્ષ ૨૦૧૯માં ૨૫૮૨ મિમી,વર્ષ ૨૦૨૦માં ૧૬૪૪ મિમી,વર્ષ ૨૦૨૧માં ૨૦૬૧ મિમી,વર્ષ ૨૦૨૨માં ૨૭૭૫ મિમી,જ્યારે વર્ષ ૨૦૨૩માં ઓછો ૨૦૦૭ મિમી જેટલો વરસાદ નોંધાયો હતો.તેમજ વઘઇ તાલુકામાં વર્ષ ૨૦૧૯માં ૪૨૫૫ મિમી,વર્ષ ૨૦૨૦માં ૧૮૪૧ મિમી,વર્ષ ૨૦૨૧માં ૧૮૩૮ મિમી,વર્ષ ૨૦૨૨માં ૨૭૯૧ મિમી,જયારે વર્ષ ૨૦૨૩માં ૨૦૪૦ મિમી જેટલો વરસાદ નોંધાયો હતો.તથા સુબિર તાલુકામાં વર્ષ ૨૦૧૯માં ૨૭૦૯ મિમી,વર્ષ ૨૦૨૦માં ૧૫૦૮ મિમી,વર્ષ ૨૦૨૧માં ૧૨૬૭ મિમી, વર્ષ ૨૦૨૨માં ૨૬૧૧ મિમી,જ્યારે વર્ષ ૨૦૨૩માં ૧૭૫૨ મિમી જેટલો વરસાદ નોંધાયો છે.જ્યારે સમગ્ર જિલ્લાનાં સરેરાશ વરસાદનાં આંકડા પર નજર કરીઍ તો વર્ષ ૨૦૧૯માં ૩૧૮૨ મિમી અર્થાત ૧૨૭.૨૮ ઈંચ વરસાદ,વર્ષ ૨૦૨૦માં ૧૬૬૪ મિમી અર્થાત ૬૬.૫૬ ઈંચ વરસાદ,વર્ષ ૨૦૨૧માં ૧૭૨૨ મિમી અર્થાત ૬૮.૮૮ ઈંચ વરસાદ,વર્ષ ૨૦૨૨માં ૨૭૨૬ મિમી અર્થાત ૧૦૯.૦૪ ઈંચ વરસાદ,તથા વર્ષ ૨૦૨૩માં ૧૯૩૩ મિમી અર્થાત ૭૭.૩૨ ઈંચ જેટલો ઓછો વરસાદ નોંધાયો છે.