Vishesh News »

‘હું તમારા બધામાંથી જ ઍક છું’

(દમણગંગા ટાઇમ્સ ) વલસાડ, તા. ૧૩ ઃ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં અનેરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશનના રાજ સભાગૃહમાં પીઍમ-જનમન કાર્યક્રમ હેઠળ રાજ્યના આઠ જિલ્લામાંથી પધારેલા આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિઍ આર્થિક વિકાસ માટે સશક્ત બનવા માટે સ્કિલ ડેવલપ કરવા આહ્વાન કર્યું હતું. વધુમાં તેમણે સરકાર દ્વારા આદિમજૂથોના વિકાસ માટે પીઍમ જન મન અભિયાન હેઠળ યોજનાકીય લાભો લેવા સૌને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિશ્રીઍ જણાવ્યું કે, ગુજરાતમાં ૧ કરોડથી વધુ આદિવાસી બંધુઓ છે, જેમાંથી દોઢ લાખ આદિમજૂથમાં સમાવિષ્ટ છે. ત્યારે ત્યારે તમારે પણ જાગૃતિ દાખવવાની જરૂર છે. કોઈ પણ લાભાર્થી સરકારની યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે જાગૃત બનવાનું છે. તમારે તમારા બાળકોને ભણાવવાના છે, શિક્ષિત બનાવવાના છે. તેમણે ઉમેર્યું કે, આપણે ઍટલા સક્ષમ બનવું જોઈઍ કે કોઈના પર નિર્ભર ન રહીઍ. . વધુમાં રાષ્ટ્રપતિશ્રી ઍ હું તમારા બધામાંથી જ ઍક છું ઍમ કહી જણાવ્યું કે, સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ, સબકા વિશ્વાસનો નારો હું સફળ થતો જોઈ રહી છું. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરે પ્રાસંગિક વકતવ્ય રજુ કર્યુ હતું. આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા વારલી પેઇન્ટિંગથી રાષ્ટ્રપતિશ્રી અને રાજ્યપાલશ્રીનું અભિવાદન કરાયું હતું. વલસાડ,નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા, અમદાવાદ અને ગીર સોમનાથ જિલ્લાના આદિમ જૂથના કોટવાળિયા/ કોલચા-કોલધા, કાથોડી, પઢાર અને સીદી સમુદાયના કુલ ૨૨૦ લાભાર્થીઓ સાથે રાષ્ટ્રપતિશ્રીઍ સંવાદ કર્યો હતો. તેમની સાથે આ સંવાદ કાર્યક્રમમાં સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, -ોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્ના હતા.