Vishesh News »

ચણોદમાં વાહનની ટક્કરથી મહાનુભાવોની અર્ધપ્રતિમાઅો ભોîયભેગી

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૩ ઃ વાપીના ચણોદ ત્રણ રસ્તા ખાતે આવેલ ત્રીરત્ન સર્કલને ટેન્કરે ટર્ન મારતી વખતે ટક્કર મારી પાડી દઈ મહાનુભવોની મૂર્તિને ખંડિત કરાતા સ્થાનિક લોકો દોડી આવ્યા અનેક લોકોની લાગણી પણ દુબાઈ હતી.. ઘટનાને પગલે ડુંગરા પોલીસ મથકે વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. વાપી થી સેલવાસ જતા મુખ્ય માર્ગ ઉપર આવેલ ચણોદ ત્રણ રસ્તા સર્કલ પાસે વર્ષો પહેલા ત્રિરત્ન સર્કલ બનાવવામાં આવ્યું હતું. જેમાં છત્રપતિ શિવાજી મહારાજ, ડોક્ટર ભીમરાવ આંબેડકર અને જ્યોતિબા ફુલે જેવા મહાનુભાવોની અર્ધ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી. જેને આજે વહેલી સવારમાં ઍક ટેન્કર નં. જીજે-૧૨-બીવાય-૧૩૭૫ના ચાલકે ડુંગરી ફળિયા તરફથી વાપી તરફ જતી વખતે ટર્ન મારવા જતાં ે પૂર ઝડપે અને ગફલત રીતે હંકારી આ તીરત્ન સર્કલને તોડી પાડી જેમાં સ્થાપિત કરવામાં આવેલા મહાનુભવોની અર્ધ પ્રતિમાઅો પણ ખંડિત થઈ જતા ઘટનાની જાણ સ્થાનિક લોકો તેમજ આરપીઆઈના અને દલિત નેતા ભીમ રાવ કટકે તથા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતાં અને જેને લઈને મહાનુભાવોની પ્રતિમાઓને નુકસાન પહોંચ્યું. જે અંગે વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં ટેન્કર ચાલક વિરુદ્ધ ભીમરાવ કટકે દ્વારા ફરિયાદ નોંધાવતા જીઆઈડીસી પોલીસે ટેન્કર ચાલકને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે. થોડા વર્ષ પહેલાં પણ રાત્રી દરમ્યાન આ સર્કલને ટ્રક ચાલક દ્વારા તોડી પાડી નુકશાન પહોચાડતાં પોલીસે ઍકની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.