Vishesh News »

દમણની ઍઆઈઍમ સ્કુલમાં ફાયર સેફટી અંગે કાર્યક્રમ યોજાયો

દમણની ઍઆઈઍમ સ્કુલમાં ફાયર સેફટી અંગે કાર્યક્રમ યોજાયો (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૧૨ ઃ દમણ ફાયર ઍન્ડ ઈમરજન્સી સર્વિસના નિયામક અને ડીઆઈજીપી મિલિંદ મહાદેવ ડુમ્બ્રેના માર્ગદર્શન હેઠળ દમણ ફાયર વિભાગ દ્વારા ઍઆઈઍમ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, ભીતવાડી મોતી દમણ ખાતે ફાયર સેફટી અંગે જાગૃતિ લાવવા માટે ફાયર સેફટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં દમણ ફાયર ઍન્ડ ઈમરજન્સી સેવાના મદદનીશ નિયામક ઍ. ના. વાલાના નેતૃત્વમાં દમણ ફાયરના આસિસ્ટન્ટ ફાયર સ્ટેશન ઓફિસર સુમન ઉત્તમ અને તેમની ટીમે ઍઆઈઍમ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, ભીતવાડી મોટી દમણના શાળાના બાળકો, શિક્ષકો અને સ્ટાફને આગ દરમિયાન પોતાને બચાવવા અને ફસાયેલા અન્ય લોકોને રાહત આપવા સૂચના આપી હતી. આ દરમિયાન આગને પ્રાયોગિક ધોરણે કેવી રીતે કાબૂમાં લઈ શકાય અને આગને કેવી રીતે ફેલાતી અટકાવી શકાય તે અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.