Vishesh News »

વલસાડના ધારાસભ્યઍ નાણાંમંત્રી કનુભાઈ પાસે વલસાડમાં જેટી માટે માંગણી કરી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૩ ઃ વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા કોસંબા, દાંતી, કકવાડી અને ભદેલી સહિતના ગામોમાં લગભગ અઢી થી ત્રણ હજાર બોટથી માછીમારો મત્સ્ય ઉદ્યોગનો ધંધો કરતા હોય તેઓ માટે જેટીની ફાળવણી કરવા માટે વલસાડના ધારાસભ્ય ઍ ગુજરાત વિધાનસભા સત્રમાં રજૂઆતો કરી છે. વલસાડમાં ધારાસભ્ય ભરતભાઈ પટેલે ગુજરાત વિધાનસભા સત્રમાં રજૂઆત કરી કે દેશના બંદરોનો પણ ગુજરાતના વિકાસમાં મહત્તમ ફાળો રહેલો છે. ભારત સરકાર દ્વારા મેરિટાઈમ ઇન્ડિયા વિઝન ૨૦૩૦ માટે કરવામાં આવેલ કામોના કારણે ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે ઘણી તકો ઉપલબ્ધ થાય ઍમ છે. ત્યારે ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના દરિયાકાંઠા અને વ્યુહાત્મક સ્થાન લીધે ભારતના મેરિટાઈમ ઉદ્યોગમાં અગ્રણી દરિયાઇ રાજ્ય બનાવવામાં સફળ રહ્નાં છે. પણ સમુદ્રકાંઠાના બંદરો-જેટ્ટી સાથે સંકળાયેલા વલસાડ તાલુકામાં જે કોસંબા, દાંતી, કકવાડી અને ભડેલીના ગામોમાં લગભગ અઢી થી ત્રણ હજાર બોટથી માછીમારો મત્સ્ય ઉદ્યોગનો ધંધો-વેપાર કરે તેમને આ વિસ્તારમાં જેટી ન હોવાના લીધે આ મુંબઇ જઇને કાર્યવાહી કરવાની હોય છે. તેની માગણી સરકાર સમક્ષ રજૂઆત કરી હોય જેટીનું કામ સત્વરે મંજૂર થાય અને ઝડપથી જેટી બનાવવામાં આવે તે માટે નાણામંત્રીને માંગણી કરી છે. નાણાંમંત્રી ૩ લાખ ૩૨ હજાર ૪૬૮ કરોડનું જમ્બો બજેટ લઇને આવ્યા છે. અને બંદર વિભાગને વાહન-વ્યવહાર વિભાગ માટે ૩૮૫૮ કરોડનું બજેટ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.