Vishesh News »

ચીખલીમાં ગિફટશોપમાં ઘરાકી નિકળી

(દમણ ગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા.૧૩ ઃ ચીખલી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો રહ્ના છે આ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષણનું સ્તર ઊંચું જતા હવે યુવક યુવતીઓ ભારતીય સંસ્કૃતિની સાથે સાથે પડ્ઢિમી સંસ્કૃતિનું પણ અનુકરણ કરવા લાગ્યા છે. ત્યારે આજરોજ વેલેન્ટાઈન ડે અને વસંત પંચમી બે ઍક સાથે હોય ત્યારે ચીખલી પંથકમાં આવેલ ગિફટની કેટલીક દુકાનોમાં યુવાનો તથા યુવતીઓ પોતાના ફ્રેન્ડ ને વેલેન્ટાઈન ડે ની ગિફટ આપવા માટે દિલ આકારની કેટલીક આઈટમો ખરીદી કરતી જોવા મળી રહી છે. જ્યારે કેટલીક યુવતીઓ વસંત પંચમીને લઈ સરસ્વતી માતાની તથા અન્ય ભગવાનની મૂર્તિઓ ખરીદી કરતી જોવા મળી રહી છે.