Vishesh News »

અોરવાડમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને રૂ. ૯ લાખ ચુકવવા સાથે દંડ અને કેદ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૧૩ ઃ પારડી તાલુકાના ઓરવાડ ગામમાં આવેલ જે કે સ્ટીલ દુકાનમાંથી બિલ્ડીંગ મટીરીયલ ની ખરીદી ઍક વ્યક્તિઍ કર્યા બાદ અવેજ સ્વરૂપમાં આઠ લાખ ૮૦ હજારનો ચેક આપ્યો હોય જે ચેક રિટર્ન થયો હોય જે અંગે દુકાન માલિકે પારડી નામદાર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જે કેસમાં અંગેની સુનાવણી ચાલી રહી હોય આજરોજ નામદાર અદાલત ઍ પૈસા ચૂકવીના આપનાર ઓરવાડ ગામના જ વ્યક્તિને રૂપિયા નવ લાખ ચૂકવી આપવા દંડ અને ઍક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી અને જો દંડની રકમ ના ભરે તો વધુ બે માસની કેદ અંગેનો પ્રેરણાત્મક હુકમ કર્યો હતો પારડી તાલુકાના ઓરવાડ ગામમાં પરીયા રોડ માં આવેલ જે કે સ્ટીલ નામની દુકાનના માલિક પ્રશાંતભાઈ કિશોરભાઈ ગાંધી પાસેથી ઓરવાડ ગામના રહેવાસી તેજસ ડાયાભાઈ પટેલ ઍ બિલ્ડીંગ બનાવવા માટે બિલ્ડીંગ મટીરીયલ સિમેન્ટ વગેરેની ખરીદી કરી હતી જે ખરીદી તેઓઍ ઉધાર કરી હતી જેના અવેજમાં તેઓઍ સિક્યોરિટી સ્વરૂપે પ્રશાંતભાઈને રૂપિયા ૮ લાખ ૮૦ હજારનો ચેક આપ્યો હતો અને બાદમાં તેઓ તેઓઍ પૈસા પરતના આપતા ઍમનો ચેક બાઉન્સ થયો હતો. અને પ્રશાંતભાઈઍ ન્યાય મેળવવા માટે પારડી નામદાર અદાલતમાં તેજસભાઈ સામે કેસ કર્યો હતો જે કે સ અંગેની સુનાવણી ચાલી રહી હતી અને ફરિયાદી અને આરોપી તરફે વિદ્વાન વકીલોઍ ધારદાર દલીલ કરી હતી અને પુરાવા રજૂ કર્યા હતા જે દલીલ અને પુરાવાના અનુસંધાનમાં બંને પક્ષોને સાંભળ્યા બાદ પારડી નામદાર અદાલતના જજ જેઠજી મોદન તેઓઍ મહ પૂર્ણ પ્રેરણાત્મક ચુકાદો આપ્યો હતો જેમાં આરોપી તેજસને પ્રશાંતભાઈને રૂપિયા ૯ લાખ ચૂકવી આપવા હુકમ કર્યો હતો જેમાં આઠ લાખ ૮૦ હજાર રૂપિયા મૂળ રકમ પરત આપવા સાથે દંડની રકમ પણ પરત આપવા હુકમ કર્યો હતો અને આરોપી તેજસને ઍક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી અને જો તેઓ દંડની રકમ ભરવામાં ચૂક કરશે તો બે માસ વધુ કેદની સજા ફટકારી હતી આમ ચેક રીટર્નના કેસ માં પારડી નામદાર અદાલતે પ્રેરણાત્મક ચુકાદો આપ્યો હતો દુકાનદાર પાસેથી સામાન લેવા માટે જે આપનારા લોકોઍ ચેતી જવાની જરૂર છે અને જો ચેક આપો તો તમામ પૈસાની ભરપાઈ કરવા જોઈઍ ઍ જરૂરી છે કોઈના પૈસા પરતના આપશો તો શિક્ષાત્મક પગલાં રૂપે કોર્ટમાં સજા થઈ શકે છે ઍવી શીખ લેવાની જરૂર છે.