Vishesh News »

મનોજ તિવારી પરિયાના ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાતે પહોંચ્યા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૧૩ ઃ પારડી તાલુકાના પરિયા ગામમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજરોજ જાણીતા ભોજપુરી અભિનેતા અને ભાજપના રાજકીય નેતા સાંસદ મનોજ તિવારી અને ઍમની ટીમ પરિયા સાંઈ મેઘપન સપોર્ટ કલબ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજરોજ પ્રેક્ટિસ કરવા માટે આવી પહોંચી હતી. સરપ્રાઈઝ રીતે આવેલા મનોજ તિવારીને નિહાળવા માટે લોકો ઉમટી પડયા હતાં. અભિનેતા મનોજ તિવારીની મુલાકાત લીધી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે દુબઈ ખાતે રમાનારી ક્રિકેટ ટુર્નામેન્ટ મેચની પ્રેક્ટિસ માટે તેઓ પોતાની ટીમ સાથે સાંઈ મેઘપન સપોર્ટ કલબ ક્રિકેટ ગ્રાઉન્ડ માં તેઓ પોતાના સહયોગી મિત્ર ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરી હતી. ફ્રેન્ડલી ક્રિકેટ મેચ રમ્યા હતા. ૨૪ ફેબ્રુઆરીના રોજ દુબઈ ખાતે ફિલ્મ કલાકાર સાંસદ મનોજ તિવારી તેમની ટીમ સાથે ક્રિકેટ રમવા ઉતરશે.