Vishesh News »

અટકપારડી હાઈવે પર રોîગ સાઈડેથી અોવરટેક કરવા જતાં કાર ઘસડાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૩ ઃ મુંબઈના ચાર મિત્રો પોતાની ફોર્ચ્યુનર કાર પૂરઝડપે હંકારી લઈ મુંબઈ જતી વખતે આજરોજ સવારે વલસાડ નજીકના અટક પારડી હાઇવે પર વાંકી નદીના પુલ પર રોંગ સાઈડથી ઓવરટેક કરવા જતા પુલની ડિવાઇડર સાથે કાર ઘસડાઈ અટકી જતા તેમાં સવાર ચાર મિત્રોનો ચમત્કારી બચાવ થયો હતો. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામ થતા વલસાડ ટ્રાફિક પોલીસ દોડી આવી ક્રેનની મદદથી બંને વાહનોને સાઇડે હટાવી દઇ રસ્તો ખુલ્લો કરી ટ્રાફિક સમસ્યા હલ કરી હતી. ફોર્ચ્યુનર કારની નંબર પ્લેટ પર મહારાષ્ટ્ર સરકારનું ભાજપનું સ્ટીકર પણ જોવા મળી આવ્યું હતું. મહારાષ્ટ્રના મુંબઈના ચાર મિત્રો નવસારીમાં પોતાનું કામ પતાવી પરત મુંબઈ કાર નંબર ઍમ.ઍચ. ૨૫/ ઍ.ઍલ. ૦૦૦૨ ને લઇ મુંબઈ જઈ રહ્ના હતા. વલસાડ ધરમપુર ઓવરબ્રિજ ઉતર્યા બાદ કાર પુર ઝડપે હાઈવે પરથી હંકારી નેશનલ હાઇવે પર રોંગ સાઈડ થી ઓવરટેક કરવા જતા અટક પારડી ગામે વાંકી નદીના પુલ ઉપર કન્ટેનર નંબર ઍમ.ઍચ.-૪૬-ઍ.આર.-૪૪૪૩ સાથે કાર અથડાઈ હતી. કન્ટેનર અને કાર અથડાતા વાંકી નદીના પુલ ઉપર ૫૦ મીટર જેટલી કાર ઘસડાતા બ્રિજની રેલિંગ તથા કન્ટેનર વચ્ચે કાર ફસાઈ ગઈ હતી. સમગ્ર ઘટના સ્થાનિક દુકાનદારો તથા રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાં સવાર ચાર મિત્રોને ડીકીના ભાગેથી બહાર કાઢ્યા હતા. અને ઘટના અંગે વલસાડ સીટી પોલીસની ટીમને જાણ કરતા તાત્કાલિક વલસાડ ટ્રાફિક પોલીસ ની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે તાત્કાલિક ક્રેન બોલાવી કન્ટેનર અને કારને રોડની સાઈડે હટાવી દઈ હાઇવે રોડ ખુલ્લો કરી ટ્રાફિક સમસ્યા હલ કરી હતી. કારમાં મહારાષ્ટ્ર શાસનની પ્લેટ તથા ભારતીય જનતા પાર્ટીનો સ્ટીકર લાગ્યું હોવાનું સ્પષ્ટ પણે દેખાઈ આવ્યું હતું. અકસ્માત અગાઉ ફોર્ચ્યુનર કાર પૂર ઝડપે હાઈવે પરથી દોડતી સીસીટીવી કેમેરામાં કારના દ્રશ્યો કેદ થઈ ગયા હતાં.