Vishesh News »

વાપીમાં સબ-વેની કામગીરી માટે મેગા બ્લોકથી ૪ ટ્રેનો રદ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી , તા. ૧૩ઃ વાપીના જુના રેલવે ફાટક પાસે બની રહેલા સબ-વેના ગડર નાખવાને કારણે રેલવે ઓથોરિટી દ્વારા મેગા બ્લોક ત્રણ કલાક કરવામાં આવતા ચાર જેટલી ટ્રેનો રદ કરાય સાથે અનેક ટ્રેનો મોડી દોડતા મુસાફરો અટવાયા હતા. પ્રા વિગત મુજબ વાપીના જુના રેલ્વે ફાટક પાસે નવા બની રહેલા સબવેના કારણે આજે પડ્ઢિમ રેલવે ઓથોરિટીની મંજૂરી મેળવી સવારે ૧૧ઃ૪૦ થી બપોરે ૨૪૦ સુધીના સમયગાળા દરમિયાન મેઘા બ્લોક લઈ રેલવે ટ્રેક ઉપર ગડર બેસાડવાની કામગીરી કરવામાં આવી હતી જેને કારણે વલસાડથી ઉમરગામ સુધી દોડતી મેમુ સ્પેશિયલ ટ્રેન આવતી જતી તેમ જ બાંદ્રા ટર્મિનલ અને વાપી વિરાર શટલ ટ્રેન રદ કરવામાં આવી હતી જ્યારે આ રૂટ પરથી મુંબઈ તરફ જતી અને આવતી લગભગ ૧૧ થી ૧૨ જેટલી ટ્રેનો તેમના નિધારીત સમય કરતા મોડી દોડી હતી જેને કારણે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા જોકે બપોરે ૨.૫૦ બાદ તમામ ટ્રેનો દોડતી શરૂ થઈ હતી.