Vishesh News »

વલસાડ જીલ્લામાં મોદીના હસ્તે ૪૯૩૨ આવાસોનું ઈ-લોકાર્પણ કરાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૧૧ ઃ રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે તેમજ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી તા.૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રા), પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી), ડો. આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લાઓના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોના અંદાજિત રૂ.૨,૯૯૩ કરોડના ખર્ચે કુલ ૧,૩૧,૪૫૪ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં પાંચેય વિધાનસભા મત વિસ્તારોના કુલ ૩૨૭ ગામોમાં ૪૯૩૨ જેટલા આવાસોનું પણ પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે સાથે પ્રધાનમંત્રીઍ વાપી તાલુકાના ડુંગરા ડુંગરી ફળિયાના આવાસ યોજનાના લાભાર્થી હેમાબેન જગદીશભાઈ પટેલ સાથે વન ટુ વન સંવાદ પણ કર્યો હતો. તેમજ વિશાળ જનસંખ્યાને વર્ચ્યુઅલી સંબોધન કરી નવા આવાસ માટે અભિનંદન પણ પાઠવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ૧૮૦ પારડી વિધાનસભા મતવિસ્તારમાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને ધારાસભ્ય કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં પારડી તાલુકાની કુમાર પ્રાથમિક શાળા ખાતે આ વિસ્તારના ૨૯ ગામોના ૩૩૬ આવાસોનું પ્રધાનમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈઍ નવનિયુક્ત કલેક્ટર આયુષ ઓક દ્વારા સુરતમાં કરાયેલી કામગીરીને બિરદાવી ને તેમને આવકાર આપ્યો હતો તેમજ કાર્યક્રમના સફળ આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીઍ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દેશના વિકાસમાં (અનુ. પા.નં. ૭ પર)