Vishesh News »

પરિયામાં માહ્નાવંશી સેવાટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્ના.યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૧ ઃ વાપી અને પારડી તાલુકા વિસ્તારમાં સામાજીક સેવા આપતી અને ૪૮ ગામોના યુવાન રમતવીરોને આવરી લેતી શ્રી માહ્નાવંશી સેવા ટ્રસ્ટ દ્રારા પરિયા ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ૪૮ ટીમોઍ ભાગ લધો હતો. આ ટુર્નામેન્ટના રમતવીરોને પ્રોત્સાહન આપવા પારડી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્ના હતા, જ્યાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી તેમજ વાપી નગરપાલિકાના સાશકપક્ષ નેતા નિલેશભાઈ રાઠોડ, સંસ્થાના પ્રમુખ હિતેન્દ્ર માહ્નાવંશી તેમજ સંસ્થાના ટ્રસ્ટીગણો, ક્રિકેટ કમીટી દ્રારા મંત્રીનું શાલ ઓઢાળી, પુષ્પગુચ્છ અને મોમેન્ટો અપઁણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી ઍ પોતાના વક્તવ્યમાં સમાજના આગેવાનોને સમાજની ઍકતા માટે આયોજન થયેલી ક્રિકેટ ટુર્નામેન્ટને અને રમતવીરોસમાજના આગેવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી અને દર વર્ષે આ પ્રકારે આયોજન કરે અને ઍ માટે દર વર્ષે મેદાન મંત્રી તરફથી ફાળવવા જાહેરાત કરી હતી. આ પ્રસંગે મંત્રી ઍ ક્રિકેટની ઍક ઓવર રમી ક્રિકેટનો આનંદ માણ્યો હતો. જે રમતવીરોમાં ખુબજ ઉત્સાહવર્ધક પ્રેરણાસ્તોત ક્ષણો હતી. આ પ્રસંગે વાપી નોટીફાઈડના પ્રમુખ હેમંતભાઈ પટેલ, મહામંત્રી સુધીરભાઈ સાવલીયા, જીલ્લા ભાજપ સોશિયલ મીડીયા ઈન્ચાર્જ હિતેશભાઈ સુરતી, જીલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ, સામાજીક આગેવાન વિનયભાઈ વાડીવાલા, ક્રિકેટ ગ્રાઉન્ડના સંસ્થાપક દર્પણભાઈ દેસાઈ, સમાજના મુરબ્બી દુલ્લભભાઈ માહ્નાવંશી, શિવજીભાઈ રાઠોડ ડુંગરા, વાપી ભાજપ મીડીયા ઈન્ચાજ સંદિપભાઈ પરમાર, ચણોદના સરપંચ જીતુભાઈ માહ્નાવંશી, વાપી તાલુકા સામાજીક ન્યાય સમિતિના ચેરમેન મનોજભાઈ માહ્નાવંશી સહિત સમાજના આગેવાનો રમતવીરો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.