Vishesh News »

વાપીના વૃદ્ધે ઍક જ વર્ષમાં ૧૯મી વખત મેરાથોન દોડી રેકોર્ડ સાથે વડોદરાની ઇન્ટરનેશનલ મેરેથોન દોડમાં કાંતિભાઇ ભંડારીઍ ૧૦મુ સ્થાન મેળવ્યું

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) વાપી,તા.૧૧ઃ વડોદરા ખાતે ગત અઠવાડિયે ઈન્ટરનેશનલ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જે દોડમાં દેશ-વિદેશના ૧,૩૬,૦૦૦ જેટલા દોડવીરોઍ ભાગ લેતા ઍશિયાની સૌથી મોટી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન બની હતી. આ મેરેથોન દોડમાં વાપીના જાણીતા સાયકલિસ્ટ અને દોડવીર ઍવા કાંતિભાઈ ભંડારીઍ પણ ભાગ લીધો હતો. કાંતિભાઈ ભંડારી ઍ સિનિયર સિટીઝનની ૨૧ કિલોમીટરની દોડમાં ૬૪ વર્ષીય કાંતિભાઈઍ ભાગ લઈ તેઓઍ દસમું સ્થાન પ્રા કર્યું હતુ. આ સાથે જ તેમણે ભંડારી સમાજનું તેમજ વલસાડ જિલ્લાનુ ગૌરવ વધાર્યું હતું. કાંતિભાઈ ભંડારીઍ જણાવ્યું હતું કે તેઓ ઍક જ વર્ષમાં ૧૯ હાફ મેરેથોન દોડી ચૂક્યા છે. અને તેઓ ભંડારી સમાજ તેમજ ગુજરાતનો સૌપ્રથમ ૧૯ મેરેથોન માં દોડ કરનાર પ્રથમ વ્યક્તિ છે. અગાઉ કાંતિભાઈ ભંડારી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં તેમજ ભારત દેશના તમામ પ્રાંતોમાં પણ સાયકલ ચલાવી રેકોર્ડ બનાવ્યો હતો અને તેઓઍ કૈલાશ માન સરોવર તેમજ અન્ય કઠિન યાત્રાઓ સાથે ટ્રેકિંગ પણ પૂર્ણ કરાયું હોવાથી તેમને હવે પંચ કૈલાશી કાંતિભાઈ તરીકે પણ તેમના મિત્ર વર્તુળોમાં ઓળખાઈ રહ્ના છે આમ ૬૪ વર્ષના કાંતિભાઈ ભંડારી દ્વારા અનેક સાહસ સાથે અનેક મેરાથોન અને કૈલાશ માનસરોવરને યાત્રા પૂર્ણ કરી રેકોર્ડ બનાવ્યા છે.