Vishesh News »

તિથલનો દરિયા કિનારો વેકેશનના છેલ્લા દિને સહેલાણીઅોથી ઉભરાયો

(દ.ગં.ટા. પ્રતિનિધિ) વલસાડ, તા.૧૩ઃ ઉનાળું વેકેશનનો આજે અંતિમ દિવસ હોવાથી વલસાડ નજીકના તિથલ દરિયા કિનારે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડી દરિયામાં ઉછળતા ધસમસતા પાણીમાં આનંદ માણ્યો હતો. જાકે દરિયાની ભરતી મોટી હોવાથી સાવચેતી રાખવા માટે પોલીસનો બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો. આમ તો વલસાડ નજીકના તિથલ સાંઈબાબા મંદિર દરિયા કિનારેથી સ્વામિનારાયણ મંદિર સુધીના દરિયા કિનારે સ્થાનિક કે બહારથી આવતા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડી શનિ, રવિ કે રજાના દિવસે રેતીમાં તેમજ દરિયાના કુશળતા મજામાં નાહવા પડી આનંદ માણતા હોય છે. તો કેટલાક સહેલાણીઓ દરિયા કિનારે બનાવેલી પ્રોટેક્શન વોલ કે પથ્થર ઉપર બેસેલા જાવા મળતા હોય છે અને દરિયાના ઉછળતા મોજાના પાણીમાં મજા કરતા હોય છે. તો કેટલાક લોકો ફાસ્ટ ફૂડ નાસ્તો કે અન્ય ખાદ્ય પદાર્થો ખાતા હોય છે. ત્યારે આજરોજ ઉનાળુ વેકેશન પૂરું થાય છે અને આવતીકાલ સોમવારથી વલસાડ જિલ્લાની તમામ શાળા શરૂ થવાની છે. ત્યારે વેકેશનના અંતિમ દિવસે રવિવાર હોવાથી વલસાડ નજીકના તિથલ દરિયા કિનારે સવારથી જ મોટી સંખ્યામાં સહેલાણીઓ તિથલ દરિયા કિનારે ઉમટી પડી દરિયાનાં ઉછળતા ધસમસતા મોજાના પાણીમાં નહાઈ આનંદ માણ્યો હતો. દરિયાઈ ભરતી મોટી હોવાથી સહેલાણીઓ સાવચેતી રાખવા માટે પોલીસનો બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો.