Vishesh News »

જીલ્લાના રામભકતો અયોધ્યાથી પરત ઃ શ્રીરામલલ્લાના દર્શનથી ધન્યતા અનુભવી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૧૧ ઃ ૨૨મી જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે શ્રીરામ મહોત્સવ પ્રાંત પ્રતિષ્ઠા બાદ રામ ભક્તો અયોધ્યા શ્રીરામ મંદિર ખાતે દર્શનાર્થે દરેક રાજ્યોથી મોટી સંખ્યામાં ઉમટી રહ્ના છે. ત્યારે વાપી વલસાડથી ગયેલા રામભક્તો ઍ શ્રીરામ મંદિર અયોધ્યા ખાતે પહોંચી શ્રી રામલલ્લાના દર્શન કર્યા બાદ ધન્યતા અનુભવી હતી. વાપી-વલસાડ સહિત ધરમપુર, કપરાડા, ઉમરગામ, પારડી તેમજ ડાંગ જિલ્લાના ૧૫૦૦ જેટલા રામભક્તો ૬ ફેબ્રુઆરીઍ અયોધ્યા શ્રીરામ મંદિરના દર્શનાર્થે રવાના થયા હતાં. જેમની ૩૬ કલાકની રેલ્વે મુસાફરી બાદ ત્યાં આઠમી ઍ સવારે ૪ઃ૦૦ વાગ્યે પહોંચ્યા હતાં. કરાયેલ આયોજન અનુસાર સ્ટેશનથી ઇ-બસ દ્વારા ૧૦૦૦થી વધુ રામભક્તો રહી શકે ઍવા સુવિધાવાળા ટેન્ટમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તમામ રામ ભક્તો થોડો ઘણો આરામ કરી સ્વસ્થ થયા બાદ શ્રીરામ મંદિરના દર્શન માટે રવાના થયા હતાં તે સમયે દરેક રામભક્તોના મોં પર સ્મિત છલકાતું હતું અને જય શ્રીરામના નારા સાથે હજારોની સંખ્યામાં ગુજરાત સહિત અન્ય રાજ્યોથી ઉમટી પડેલા રામભક્તોઍ શ્રીરામ મંદિર પરિસરમાં પહોંચ્યા બાદ ભાવવિભોર થયા હતા મંદિરમાં પ્રવેશ કરી શ્રીરામલ્લાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર પાવનધામ અયોધ્યા શહેર રામમય બન્યું હોય ઍવુ વાતાવરણ છવાઈ ગયું હતું. અયોધ્યા શહેરમાં ઠેર ઠેર જગ્યાઍ પોલીસ, આર્મી, બી.ઍસ.ઍફ. સહિતના જવાનો ચુસ્ત બંદોબસ્તમાં જોવા મળ્યા હતા. તે ઉપરાંત રામભક્તો માટે અનેક સ્થળોઍ ભંડારોનું આયોજન કરાયું હતું. રામભક્તોઍ શ્રીરામ મંદિરમાં રામલાલના દર્શન બાદ અયોધ્યાના અન્ય મહત્વના કનક ભવન, સરયુતટ, હનુમાનગઢી, દશરથ મહેલ, દેવકાલી જેવા સ્થળોની મુલાકાત લીધી હતી. તેમજ લતા મંગેશકરની યાદમાં સર્કલ પાસે વીણા મુકવામાં આવી છે ત્યાં રામભક્તોઍ સેલ્ફી અને ફોટોગ્રાફી કરી હતી. આમ સાંજના છ વાગ્યા સુધી રામભક્તોઍ તમામ સ્થળોની મુલાકાત બાદ ફરી ટેન્ટ તરફ જવા રવાના થયા હતા અને રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી મોજ માણી જયારે વલસાડ-વાપીના રામ ભકતોઍ ગરબાની રમઝટ જમાવી આનંદ માણ્યો હતો. આમ વલસાડ જિલ્લાના રામ ભક્તો વિના વિઘ્ને શ્રીરામ મંદિર અયોધ્યાથી દર્શન કરી ૩૬ કલાકની મુસાફરીમાં રામધૂન ભજનની રમઝટ સાથે રવિવારની સવારે બે વાગ્યે સુખ રૂપ આવી પહોંચ્યા હતા.