Vishesh News »

ઘેજમાં જાતિ વિષયક ટિપ્પણીથી બે સમાજના યુવાનો વચ્ચે સોશિયલ મિડીયા વોર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા. ૧૧ ઃ ચીખલી તાલુકાના ઘેજ ગામે ક્રિકેટ રમવાના મુદ્દે કોળી પટેલ અને ધોડિયા પટેલ સમાજ વચ્ચે સોશિયલ મીડિયા ઉપર યુદ્ધ ચાલતા કોળી પટેલ સમાજના ઍક યુવાને ધોડિયા પટેલ સમાજના ઍક યુવાનને જો ક્રિકેટ મેદાન ઉપર રમવા આવશો તો બધાના મર્ડર કરી નાખીશ તેમજ જાનથી મારી નાખીશ અને જાતિ વિષયક અભદ્ર શબ્દો બોલી સોશિયલ મીડિયામાં આ મેસેજ વાઇરલ થતા ખેરગામ પોલીસ મથકે કોળી પટેલ સમાજના યુવાન સામે ફરિયાદ નોંધાવા પામી છે. બનાવની પ્રા માહિતી અનુસાર ચીખલી તાલુકાના ઘેજ ગામે વાંઝરી ફળિયા સાંઢપાડા ખાતે આવેલ ગૌચરણની સામૂહિક બાગ બગીચાની જમીનમાં આવેલ ક્રિકેટ મેદાનમાં ઘેજ ખુશાલ ફળિયાના યુવાનોઍ ઘેજ ટ્રાઇબલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તારીખ ૧૧. ૨. ૨૪ ના રોજ કરેલ હોય અને આ ક્રિકેટનું આયોજન માટે રાકેશ શાંતિલાલ ધોડિયા પટેલ રહે. ઘેજ ખુશાલ ફળિયાના કાકા ભાઈ અંકિત ઉર્ફે આશિષ પ્રવીણ ધોડિયા પટેલના ઍ પોતાના મોબાઈલમાં વોટ્સઍપ ઉપર ઘેજ ટ્રાઇબલ ક્રિકેટ ટુર્નામેન્ટ બાબતે સ્ટેટસ મુકેલ હતું. જે સ્ટેટસ જોઈને ક્રિકેટ રમવા બાબતેનું મન દુઃખ રાખી તેના મોબાઈલ ઉપરથી રાકેશ શાંતિલાલ પટેલના ફોન ઉપર રાકેશ નટુભાઈ કોળી પટેલ રહે. ઘેજ વાંઝરી ફળિયાના ઍ ફોન કરીમાં બેન સમાણી નાલાયક અભદ્ર ભાષામાં ગાળો બોલી તેમજ તમે ધોડિયા આદિવાસી ઢોર જ ચરાવો તમને કંઈ ખબર પડે નહીં અને તમે ગૌચરણની જમીનમાં બધા ઢોર લઈ આવો અને બેટ લઈને આવશો તો બધાના માથા ભાંગી નાખીશ અને જેટલા આદિવાસી ધોડિયા ક્રિકેટ રમવા આવશે તે બધાના મર્ડર કરી નાખીશ તેમજ જાનથી મારી નાખીશ અને અમે કોળી પટેલ છીઍ અમે બોલીઍ તે કરી બતાવીઍ છીઍ અને તમારાથી કંઈ નહીં થાય તમે મને જેલમાં બેસાડશો તો પણ હું ડરતો નથી અને ક્રિકેટ મેદાન ઉપર રમવા દઈશ નહીં તેમ કહી ધાક ધમકી આપી જાતિ તથા બંધારણ વિશે અભદ્ર ભાષામાં ગાળો બોલી જાતિ પ્રત્યે અપમાનિત કરી મર્ડર કરવાની અને જાનથી મારી નાખવાની ધાક ધમકી આપતા આખરે ખેરગામ પોલીસે રાકેશ નટુ કોળી પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ નવસારી જિલ્લા નાયબ પોલીસવડાઍ હાથ ધરી છે.