Vishesh News »

સાયલીમાં ક્રિકેટ સ્ટેડિયમથી રમતપ્રેમી ખુશ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૧૧ ઃ દાનહમાં આર્ટ સેન્ટર, ઍપીજે ઓડિટોરિયમ બાદ સાયલી ક્રિકેટ સ્ટેડિયમના ઉદ્ઘાટનથી ક્રિકેટપ્રેમીઓમાં આનંદ છવાયો છે. તેનું ભાડું પણ નજીવા રાખવામાં આવ્યું છે. જેના કારણે શહેરના સ્ટેડિયમ ગ્રાઉન્ડનું ભારણ ઘટી ગયું છે. સાયલી ક્રિકેટ સ્ટેડિયમ જિલ્લાનું ગૌરવ છે. પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ચાર્જ સંભાળ્યા બાદ અનેક લોકલક્ષી કામો પૂર્ણ થયા છે. છેલ્લા ઍક વર્ષમાં નજીવા ભાડા પર ૫ જાહેર ઇમારતો ઉપલબ્ધ થતાં સામાન્ય નાગરિકો ખુશ છે. પ્લાનિંગ ઍન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીઍ ઍક વર્ષ પહેલા ઍપીજે અબ્દુલ કલામ કોલેજ ડોકમરડી અને કલાકેન્દ્ર ઓડિટોરિયમ ભાડે આપવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ આયોજકો દ્વારા આ ઈમારતોનું ઍડવાન્સ ભાડું અને ઍક મહિના અગાઉ ડિપોઝીટ ભરીને બુકિંગ કરવામાં આવે છે. ઍપીજે અબ્દુલ કલામ કોલેજના ૧૬૨૪ સીટવાળા ઓડિટોરિયમનું ૨૪ કલાકનું ભાડું ૪૦ હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે અને તેનું સંચાલન અને વ્યવસ્થા ભ્ઝ઼ખ્ દ્વારા કરવામાં આવે છે.