Vishesh News »

આંબાજંગલમાં શીર પડતરની જમીન અંગે કાયમી હુકમ કરવા મુખ્યમંત્રીને રજુઆત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) કપરાડા, તા. ૦૯ ઃ કપરાડા તાલુકા ના આંબાજંગલ ગામના ગરીબ આદિવાસી ખેડૂતો સરકાર શીર પડતર જમીન ખેડતા આવેલા છે. જે અંગેના કાયમી ધોરણે નામે કરી આપવા માટે ૨૦૧૩મા નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે શીર પડતર જમીન ખેડતાવેલા ખેડૂતો કાયમી ધોરણે માટે અરજીઓ કરી શકે તેવા આદેશ કરવામાં આવ્યો હતો. જે બાબતે જિલ્લા કલેક્ટરના હુકમ મુજબ નં. સીઍલ/ઍલઍનડી/સાંથણી વશી - ૨૮૨૨/૧૩ તા. ૧૩/૦૮/૨૦૧૩ ના અનુસંધાનમાં નાયબ કલેક્ટર પારડીના તારીખ ૧૫/૧૦/૨૦૧૩ ના જાહેરનામાંથી આંબાજંગલ ગામના ખેડૂતોની શીર પડતર જમીનની સાંથણીની અરજીઓ મંગાવવામાં આવી હતી અને જમીન ક્ષેત્રફળની બાબતે ડી.આઇ.ઍલ.આર વલસાડ દ્વારા પ્રથમ સર્વે કરાવ્યા બાદ ફાળવણીના ૩૬ જેટલા સર્વે નંબરના હુકમ કરવા મામલતદાર કપરાડા તરફથી ડી.આઇ.ઍલ.આર.ને લખાણ મોકલવામાં આવ્યું હતું. પરંતુ આજે ૨૦ વર્ષ થવા આવ્યા છતાં. આંબાજંગલ ગામના ૩૬ જેટલા સર્વે નંબરની કાયમી હુકમ કરવામાં આવ્યું નથી. જે અંગે અનેકવારની રજૂઆતો છતાં આજ દિન સુધી ગરીબ આદિવાસી ખેડૂતોને જમીન કાયમી ધોરણે ફાળવવામાં ન આવતા ગત તારીખ ૭/૨/૨૦૨૪ ના રોજ કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન પ્રભુભાઈ મહલા ઍ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજુઆત કરી જણાવ્યું કે આંબાજંગલના ગરીબ આદિવાસી ખેડૂતોને શીર પડતર જમીનને કાયમી ધોરણે મેળવવા અંગે ૨૦ વર્ષ પહેલાં કરેલી અરજીનો હુકમ કરાવવા વિનંતી કરવામાં આવી છે. જે અંગે તાલુકા - જિલ્લાનું સંબધિત તંત્ર સક્રિયતા દાખવે તે ખૂબ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, કપરાડા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ વિકાસના નાના મોટા કામો ઉપરાંત વર્ષો થી પડતર કામો કરવા માટે હંમેશા તત્પર જોવા મળી રહ્ના છે. જે બાબતે લોકોમાં ખુશી જોવા મળી રહી છે.