Vishesh News »

દમણમાં ત્રણ કપડાની દુકાનમાં ચોરી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૦૯ ઃ દમણના તીન બત્તી વિશ્વકર્મા મંદિર પાસેની ત્રણ દુકાનોમાંથી ચોરી થઈ હતી. રાત્રીના સમયે ચોર દુકાનો ઉપરના લોખંડના પતરા કાપીને પ્રવેશ્યા હતા. દુકાનદાર માલારામ ચૌધરીઍ જણાવ્યું કે ઍક જ લાઇનમાં ત્રણ દુકાનો છે. જેમાં રેડીમેડ કપડા વેચાય છે. દ્વારકાધીશ કલેક્શન, દ્વારકા કિડ્સ અને કુમકુમ કલેક્શનમાં ચોરી થઈ છે. પ્રા માહિતી પ્રમાણે છત ઉપરના પતરા કાપીને ચોર પ્રવેશ્યા હતાં અને ગૌ દાનમાંથી ૮ થી ૯ હજાર, ઍક દુકાનમાંથી ૩૫ હજાર, ઍક દુકાનમાંથી ૨૨ હજાર અને ઍકમાંથી રૂ. ૫ હજાર મળીને કુલ રૂ. ૭૦ હજારની મત્તાની ચોરી થઈ હતી. તેની સાથે ચોરોઍ મહિલાઓના કપડા પણ ચોરી લીધા હતા. ઍક દુકાનના સીસીટીવી કેમેરા પણ તૂટી ગયા છે. પોલીસે કેસ નોંધ્યો છે. પોલીસ અધિક્ષક આર.પી. મીણા પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.