Vishesh News »

ગણદેવીમાં કેન્સરના દર્દીઍ નદીમાં પડતું મુકયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ગણદેવી, તા.૯ ઃ ગણદેવી નાં પારસીવાડ માં રહેતા વિજય બલ્લુભાઈ દેસાઈ (૬૩) લાંબા સમય થી કેન્સર દર્દ સામે ઝઝૂમતા હતા. દરમિયાન મંગળવારે તેમને શૌચક્રિયાની સમસ્યા સર્જાઈ હતી. જેને પગલે ગણદેવીની દમણીયા હોસ્પિટલમાં સાંજે સારવાર માટે દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન ગુરુવાર સવારે ૯ કલાકનાં અરસામાં કોઈને કઈ પણ કહ્નાં વિના ક્યાંક ચાલી ગયા હતા. પરીવાર ઍ શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન અજરાઈ અંબિકા નદી કિનારે ધમડાછા પૂલ પાસે ઉંડા પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ગણદેવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.