Vishesh News »

ધરમપુરના કારસેવક પ્રવિણભાઈ ઢીમ્મરનું નિધન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ધરમપુર, તા. ૦૯ ઃ ધરમપુર મોટા બજાર સ્થિત ૧૯૯૨ના કાર સેવક પ્રવિણભાઈ ઢીમ્મર આજ રોજ ટૂંકી માંદગી બાદ નિધન થતા તેમના પરિવારજનો સહિત ધરમપુર નગર વિસ્તારમા શોક ની લાગણી ફરી વળી હતી. ધરમપુર મોટા બજાર પ્રભુ ફળિયા ખાતે રહેણાંક ધરાવતા વનરાજ કોલેજના પ્રાધ્યાપક નવિનભાઇ ઢીમ્મરના નાનાભાઈ પ્રવિણ ઢીમ્મર જેઓ ૧૯૯૨ ના સમયે ખૂબજ નાની વય ધરાવતા હોવા છતા અયોધ્યામા રામ મંદીર બનવાની નેમ સાથે તે સમયે ૧૯૯૨મા ધરમપુર થી ૨૫જેટલા કાર સેવકો પૈકીના ઍક પ્રવિણ ઢીમ્મર પણ હતા. છેલ્લા કેટલાક સમયથી પ્રવિણ ઢીમ્મરની તબિયત અવાર નવાર નાદુરસ્ત રહેતા આજ રોજ અંતિમ શ્વાસ લેતા પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી હતી. પ્રવિણ ઢીમ્મર ૧૯૯૨મા રામ મંદીર બનવાનુ સ્વપ્ન ૨૨મી જાન્યુઆરીના દીવસે પૂર્ણ થતા ધન્યતા અનુભવી હતી. ધરમપુરમા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઊજવણી બાદ લક્ષ્મી નારાયણ મંદિર પરિસરમાં ૧૯૯૦/૧૯૯૨ના ૩૭ જેટલાં કાર સેવોકોનું ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુંભાઈ દેસાઈના હસ્તે મોમેંટો આપી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે પ્રવિણભાઈ ઢીમ્મરનું પણ સનમાન કરાયું હતું. તે સમયે પ્રવિણ ઢીમ્મરના ચેહરા પર ખુશી સમાતી ન હતી. હાલે તેઓ આપણી વચ્ચે નથી પણ તેમનુ કાર સેવક તરીકે કાર્ય યુગો યુગ સુધી સૌના હૃદયમાં બિરાજેલું રહશે.