Vishesh News »

વલસાડ હાલર રોડ પર ટ્રાફિક અને દબાણનો પ્રશ્ન હલ કરવા રજુઆત

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૯ ઃ વલસાડ નગરપાલિકા વિસ્તારના હાલર વિસ્તારમાં રહેતા માજી નગરપાલિકા સભ્ય નિતેશભાઇ વશીઍ આજરોજ વલસાડ શહેરના હાલર વિસ્તારમાંથી ચુંટાતા વલસાડ નગર પાલિકાના માજી-સભ્ય છે. હાલર રોડના ફુટપાથ પર ખાણી-પીણીની લારીગલ્લાના કાયમી દબાણો અને વાહનો પાર્ક કરાતા મોટા પાથે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે જે બાબતે નગર પાલિકામાં સામાન્ય સભા અને રુબરુ પણ નગર પાલિકા પ્રમુખ/ચીફ ઓફીસરને મૌખિક અને લેખિતમાં પણ રજુઆતો કરવામાં આવી હતી. તેમજ તા.૦૨,૦૧/૨૦૨૨ના રોજ લેખિતમાં પણ રજુઆતો કરવામાં આવી હતી. ઍક વર્ષ કરતા વધુ સમય થઈ ગયો હોવા છતા હાલર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવેલ નથી. હાલર રોડઍ શહેરના મુખ્ય રોડ પૈકીનો ઍક છે. જીલ્લાની મેડીકલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજ સિવિલ રોડ પર આવેલ છે. તેમજ અતુલ તથા દમણ જતો કોસ્ટલ હાઇવે હાલર રોડ થઈ જાય છે. મુલર રોડ પર હાલર તળાવ ગાર્ડન, પૌરાણિક ભુલેશ્વર મહાદેવ મંદિર અને ભવાની માતાનું સપ્રસિધ્ધ મંદિર આવેલ છે. હાલર અને નાનકવાડ જેવા રહેણાક વિસ્તારો આવેલ છે. હાલર રોડ પર આખો દિવસ સિવિલ હોસ્પિટલ જતી ૧૦૮ ઍમ્બ્યુલન્સ, આખા જીલ્લામાંથી દર્દીઓને લઇ જતા ખાનગી વાહનો, સીટી બસ તેમજ સ્કુલ બસોની અવર જવર રહેતી હોઇ છે. સર્કીટ હાઉસથી હાલર તળાવ ભવાની માતાના મંદિર સુધી નગર પાલિકા પાસે ચાલતા જતા સહદારીઓ માટે લાખો રુ.ના ખર્ચે ફુટપાય બનાવેલ છે. જેના પર આખી દિવસ ખાણી પીણી અને શાકભાજીની લારી-ગલ્લાઓ વાળા દ્વારા અડ્ડો જમાવમાં આવે છે. તેમજ લોકો વાહનો પાર્ક કરતા મહિલાઓ, બાળકો અને વડીલો દ્વારા ફુટપાથ પર ચાલી શકાતુ નથી અને મજબુરીમાં ભારે ટ્રાફિકથી વ્યસ્ત રોડ પર ચાલવું પડે છે. જેને લઈ વારંવાર જીવલેણ અને ગંભીર પ્રકારના અકસ્માતો થાય છે.