Vishesh News »

ચીમલામાં ટ્રકની ટક્કરથી બોલેરો પલ્ટી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા.૯ ઃ ચીખલી ને.હા. નંબર ૪૮ ઉપર અવાર નવાર અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્ના છે ત્યારે ગુરુવારે સાંજના સમયે ઍક બોલેરો પીકપ ગાડી નંબર જીજે ૨૧ વાયવાય ૦૭૭૭ જે ચીખલી થી વલસાડ તરફ જઈ રહી હતી તે દરમિયાન ચીમલા વણાક પાસે ઍક હાઈવા ટ્રક ચાલાકે ટક્કર મારતા બોલેરો પીકઅપના ચાલાકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડની બાજુમાં ડિવાઈડર સાથે અથડાઈને ઉંધી વળી ગઈ હતી. જોકે બોલેરો ચાલકનો બચાવ થયો હતો પરંતુ પાછળ આવતા બીજા કેટલાક વાહનોના ચાલકોઍ સમય સૂચકતા વાપરી વાહનો થમભાવી દીધા હતા. ત્યારે હાઇવે ઉપર અવારનવાર અકસ્માતો થતા રહ્ના છે ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા કેટલીક જગ્યાઍ દિશા સૂચક બોર્ડ અને રિફલેકટર લગાવવાની તાતી જરૂરીયાત વર્તાઈ રહી છે જોકે હાલમાં જે ઇન્ડિકેટર ચાલી રહ્ના છે તે પણ મૃત અવસ્થામાં ઊભા રહ્ના છે.