Vishesh News »

જીલ્લામાં ફી ના વાંકે વિદ્યાર્થીની હોલ ટિકિટ અટકાવનાર શાળા સામે પગલા લો ઃ યુથ કોîગ્રેસ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૯ ઃ જિલ્લાની કેટલી ખાનગી શાળાઓમાં ફી બાકી હોવાના કારણે ઍસઍસસી કે ઍચઍસસીની હોલ ટિકિટ અટકાવવામાં આવતા આજરોજ વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના અગ્રણીઓઍ વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી ફી ના મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓને થતી કનડગત કરનારી શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવા માટે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ ૧૦ ઍસઍસસી અને ધોરણ ૧૨ ઍચઍસસી બોર્ડની પરીક્ષા આવનાર છે. ધોરણ ૧૦ નું ધોરણ ૧૨ બોર્ડમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓની ફી કોઈક કારણસર બાકી રહેતા વલસાડ જિલ્લામાં આવેલી કેટલીક ખાનગી શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ ન આપવાની ફરિયાદ ઉઠી હતી. અને તેઓને પરીક્ષામાં નહી બેસવા દેવાની ધમકી આપવામાં આવી હતી જે મામલે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ ને જાણ થતા આજરોજ વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના આગ્રણીઓ વલસાડ ઝ઼ચ્બ્ને લેખિત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ સાથે જ્ય્ઘ્ની કમિટીમાં વાલી મંડળના સભ્યોનો સમાવેશ કરવાની માંગ કરી છે. યુથ કોંગ્રેસે ડીઈઓને જણાવ્યું કે જો ખાનગી શાળાઓ ઉપર અંકુશ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીચીંધ્યા માંગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.