Vishesh News »

વાપી મનપાની પ્રક્રિયા ૩૦ જુન સુધી નહીં થાય તો વહીવટદાર આવશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૮ ઃ વાપી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રાજ્યના બજેટ રજૂ કરતી વખતે કરાયું પરંતુ વાપી નગરપાલિકાનું નવું સીમાંકન તથા મહા નગરપાલિકામાં સમાવેશ થનાર સંભવિત ગામડાઓનો ઠરાવ અને તેનું સીમાંકન તેમજ વસ્તી ગણતરી ૩૦મી જૂન સુધી નહીં કરવામાં આવે તો વાપી નગરપાલિકામાં વહીવટદારની નિમણૂક કરાશે. ગુજરાત રાજ્યના નાણાકીય બજેટ રજૂ કરતી વખતે રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ૮ જેટલી નગરપાલિકાઓનું મહાનગરપાલિકામાં રૂપાંતર કરવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વાપી નગરપાલિકાનો પણ સમાવેશ કરવામાં આવે છે ત્યારે હાલમાં જોઈઍ તો વાપી નગરપાલિકા અને વાપી મહાનગરપાલિકામાં સંભવિત સમાવેશ થનારા ગામડાઓનો સીમાંકન વસ્તી ગણતરી તથા હદ નક્કી નહીં કરવામાં આવે ત્યાં સુધી વાપી મહાનગરપાલિકાનું સ્ટેટસ મળવું સંભવ નથી. હાલમાં જોઈઍ તો આરજીઆઈ દ્વારા રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સરહદ ફ્રિજ કરવાની મુદત ૩૦ મી જુન ૨૦૨૪ જાહેર કરવામાં આવી છે ઍટલે કે હવે ૩૦ મી જૂન પહેલા ઉપરોક્ત તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવે તો જ વાપી મહાનગરપાલિકા બની શકે છે. જોકે હાલમાં અગામી દિવસોમાં લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થશે અને અહીં લોકસભાની ચૂંટણી લગભગ સંભવિત મે-૨૦૨૪માં થશે. તે પહેલા રાજ્યના તમામ સરકારી વહીવટી તંત્ર તેમજ શિક્ષકો ચૂંટણી પ્રક્રિયા ની કામગીરી કરવામાં વ્યસ્ત રહેશે ઍટલે કે વાપી નગરપાલિકા અને વાપી તાલુકાના સંભવિત કેટલાક ગામો કે જેનો સમાવેશ વાપી મહા નગરપાલિકામાં થવાનો છે તે ગામોમાં વસ્તી ગણતરી તથા સીમાંકન કરવા અંગેની પ્રક્રિયા કરી શકશે નહીં તેમ લાગી રહ્નાં છે ઍટલે કે આરજીઆઈની ગાઈડલાઈન મુજબ કામગીરી નહીં થાય તો ૩૦ મી જૂન પછી વાપી નગરપાલિકા માં સંભવિત વહીવટદારની નિમણૂક કરવામાં આવશે. અને જે ઍક આઈઍસઆઈ અધિકારી હશે જેને કારણે સમગ્ર હાલની ચૂંટાયેલી બોડી ઘરે બેસી જશે અને તમામ કામગીરીઓ વહીવટદાર દ્વારા કરવામાં આવશે તેમ ઍક જાણકાર રાજકીય આગેવાન અને નિવૃત્ત સરકારી અધિકારીના જણાવ્યા મુજબ હોઈ શકે તેવી ચર્ચાઓ સમગ્ર વાપી નગરપાલિકા વિસ્તારના નાગરિકો તથા નગરજનોમાં થઈ રહી છે.