Vishesh News »

ફેકટરીઅોમાં કામદારોની સલામતી માટે સલાહ આપતા તંત્ર પાસે અોવરબ્રીજના કોન્ટ્રાકટર માટે કોઈ સલાહ નથી ? જીવના જાખમે વલસાડ અોવરબ્રીજનું કામ કરતાં શ્રમજીવીઅો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૮ ઃ વલસાડ ધરમપુર રોડ રેલવે ઓવરબ્રીજનું પિલ્લર અને આડા બીમ બાંધકામ કરનારા મજૂરોને ઍજન્સી કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ જાતની સેફટી બેલ્ટ કે સાધનો આપવામાં આવતી નથી. મજૂરો જીવના જોખમે ૫૦ ફૂટ ઊંચાઈ પર ચડી પિલ્લર અને આડા બીમમાં લોખંડનું બાંધકામ કરતાં નજરે પડ્યા છે. જે અંગે માર્ગ મકાન વિભાગ વલસાડ અને સુરતના કાર્યપાલક ઇજનેર, ઈજનેર, પેટા કોન્ટ્રાક્ટર કે કોન્ટ્રાક્ટરને ફરિયાદ કરવા તેમ છતાં ઓવરબ્રિજનું કામ કરનારા મજૂરોને ઍક પણ સેફટી બેલ્ટ કે સેફટીના સાધનો આપવામાં આવ્યા નથી. જે અંગે માર્ગ મકાનના અધિકારીઓ આ બાબતે ધ્યાને લઈ ઓવરબ્રિજમાંનું બાંધકામ કરનારા મજૂરોને સેફટી બેલ્ટ કે સાધનો પુરા પાડશે કે પછી કોઈ નિર્દોષ મજૂરનું મોત થયા બાદ સેફટી સાથે સુવિધા આપશે. સરકાર દ્વારા ઠેર ઠેર ફલેટ કોરિડોર રેલ્વે ઉપર બીજો બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેવી રીતે વલસાડ જિલ્લામાં પણ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી ચાલે છે. ક્યારે વલસાડ શહેરના ધરમપુર રોડ રેલવે ઓવરબ્રીજ કરોડોના ખર્ચે બનાવવામાં આવી રહ્ના છે. ઓવરબ્રિજનું બાંધકામ કરવાનો કોન્ટ્રાક્ટર ઍજન્સીને કે જે તે પેટા ઍજન્સીને બાંધકામ કરવાનો કોન્ટેક્ટ આપવામાં આવે છે. જોકે આ વલસાડ ધરમપુર રેલવે ઓવર બ્રિજમાં ગોળ મોટા પિલ્લરનું બાંધકામ તથા તેની ઉપર આડા મોટા બીમમાં લોખંડનું સેટિંગનું કામ કરતાં મજૂરો જીવના જોખમેં ૫૦ ફૂટ ઊંચે ચડી કામ કરતા નજરે પડ્યા છે. જોકે આ બ્રિજનું બાંધકામમાં ઉપર ચઢેલા મજુરને કોન્ટ્રાક્ટર દ્વારા કે ઍજન્સી દ્વારા ઍક પણ સેફટીના સાધનો કે સેફટી બેલ્ટ આપવામાં આવ્યો નથી. આ મજૂરો ૫૦ ફૂટ ઊંચાઈઍ પિલ્લર ઉપર ચઢી જીવના જોખમે જાણે ફેરા ફરતા હોય તેમ આ મજૂરો ઉપર નસીબના સહારે સળિયા હાથમાં લઇ પિલ્લરની ગોળ ફરતે ફરી સળીયો લગાવે છે. તેવી જ રીતે બીમની કામગીરીમાં ઊંચાઈ પર ચડેલા મજુર પણ સેફટી વગર સળીયાથી સેન્ટીંગનું કામ કરતા નજરે પડ્યા હતા. કરોડોના ખર્ચે બનનાર વલસાડ ધરમપુર રોડ રેલવે ઓવરબ્રીજમાં કામ કરી રહેલા મજૂરોને કોન્ટ્રાક્ટર દ્વારા સેફટીના સાધનો કે સેફટી બેલ્ટ નહીં આપવાના મામલે વલસાડના માર્ગ મકાન વિભાગના ઈજનેર, કાર્યપાલક ઇજનેર, અધિક્ષક તથા સુરતમાં બેઠેલા અધિક્ષકને પણ ફરિયાદ કરી ધ્યાન દોરવામાં આવ્યું છે. તેમ છતાં વલસાડ ધરમપુર રોડ રેલવે ઓવર બ્રિજનું કામગીરી કરનારા કોન્ટ્રાક્ટરો દ્વારા બાંધકામ કરનારા મજૂરોને સેફટી બેલ્ટ આપવામાં આવ્યા નથી. જે અંગે માર્ગ મકાન વિભાગના ઇજનેરો, અધિકારીઓ ઓવરબ્રિજનો બાંધકામ કરી રહેલા મજૂરોને સેફટી બેલ્ટ કે સાધનો પુરા પાડશે કે પછી કોઈ નિર્દોષ મજૂરનું મોત થયા બાદ સેફટી સાથે સુવિધા આપશે. કોઈની જિંદગી હોમાય તે પહેલા વલસાડ જિલ્લા કલેકટર ધ્યાન આપે તે જરૂરી છે.