Vishesh News »

કપરાડા તાલુકામાં બી.પી.ઍલ. ક્રમાંકથી વંચિત વૃદ્ધોને પેન્શનનો લાભ આપવા ભલામણ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) કપરાડા, તા. ૦૮ ઃ વલસાડ જિલ્લા ના બહુધા આદિવાસી વસ્તી ધરાવતો કપરાડા તાલુકા માં અનેક કુટુંબોનો બી.પી. ઍલ યાદી માં નંબર ધરાવતા નથી, જેઓ ખૂબ જ ગરીબ હોય મહેનત મજૂરી કરી ઍક ટંકનું ખવાનું નશીબ થતું હોવા છતાં બી.પી.ઍલ નંબર નથી જેથી સરકારની વિવિધ સહાયક યોજના ઉપરાંત વૃદ્ધ પેન્શન જેવી યોજનાના લાભો થી વંચિત રહેવા પામ્યા છે. જે ને લઈ ગત તારીખ ૭/૨/૨૦૨૪ ના રોજ કપરાડા તાલુકાના મહિલા પ્રમુખ હીરાબેન પ્રભુભાઈ માહલા ઍ રાજ્ય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજુઆત કરી બી.પી.ઍલ નંબર વગરના ગરીબ કુટુંબો ને વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મળે તેવી ભલામણ કરવામાં આવી હતી. પ્રાપ્ય વિગત મુજબ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ બી.પી.ઍલ યાદી મુજબ આપવામાં આવે છે. કપરાડા તાલુકામાં બી.પી.ઍલ ના સર્વે દરમ્યાન જે નામો બી.પી.ઍલ માં સમાવવામાં આવ્યા તે નામો જ હાલે યોજના નો લાભો મેળવે છે. પરંતુ આજે પણ કપરાડા તાલુકા માં આજે પણ અસંખ્ય કુટુંબો ઍવા છે. કે જેઓ મહેનત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. જે કુટુંબોનું નામ બી.પી.ઍલ. માં નથી જેથી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળતો નથી. ઍક ઉલીખનીય છે કે આવા કુટુંબોનું બી.પી ઍલ નંબરની યાદીમાં નામ નથી. જેથી અંત્યોદય રેશનકાર્ડ પણ બનતો નથી જેથી સસ્તા અનાજની દુકાનનું અનાજ પણ મેળવી શકતા નથી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની આશીર્વાદરૂપ વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે બી.પી.ઍલ નંબર હોવો ફરજિયાત હોય છે. અત્યંત ગરીબ હોવા છતાં અસંખ્ય કુટુંબો ના બી.પી.ઍલ યાદમાં નામ નથી. સરકારની વૃદ્ધ પેન્શન યોજના થી વંચિત રહી જતા. તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન માંહલા ઍ રાજ્ય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજુઆત કરી. ઍવા બી.પી.ઍલ નંબર થી વંચિત રહેલાને વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ આપવા ભલામણ કરી હતી. જે અને રાજ્ય મુખ્યમંત્રી પણ આદિવાસી વિસ્તારમાં ગરીબ હોવા છતાં બી.પી ઍલ નંબર થી વંચિત રહેલાઓનો સર્વે કરવી બીપીઍલ માં સમાવવા યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.